જીલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં તેમજ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં ચૂંટણી ખર્ચ સાથે સંબંધિત નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ

દાહોદ, આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 અન્વયે ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા ખર્ચ પર દેખરેખ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા દાહોદ લોકસભા બેઠક પર નિયુક્ત કરવામાં આવેલા એક્સપેન્ડીચર ઓબ્ઝર્વર (ખર્ચ નિરીક્ષક) શ્રેયસ.કે.એમ (IRS)(આઈઆરએસ)ની ઉપસ્થિતિમાં અને જીલ્લા ચૂંટણી અધિકારી -વ- જીલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં ચૂંટણી ખર્ચ સંબંધિત માર્ગદર્શન અંગે બેઠક મળી હતી.

આ મિટિંગના પ્રારંભે જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ ચુંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલ એક્સપેન્ડીચર ઓબ્ઝર્વર શ્રેયસ કે.એમ.નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું અને દાહોદ સંસદીય મતવિસ્તારની ભૌગોલિક માહિતી આપીને દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ જીલ્લાના વિધાનસભા મતવિસ્તારો તથા તેમાં આવેલા મતદાન કેન્દ્રોની સંખ્યા અને મતદારોની સંખ્યા, જાતિગત દર, થર્ડ જેન્ડર મતદારો વગેરે વિશે માહિતી આપી હતી.

ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ખર્ચ સહિતની બાબતોનું નિરીક્ષણ અતિ અગત્યની કામગીરી છે. ખર્ચ નિરીક્ષકએ આ કામગીરી સંપૂર્ણ ચોકસાઈથી થાય તે સુનિશ્ચિત કરવા સૌ અધિકારીઓને તાકીદ કરી હતી.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જીલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા,નાયબ વનસંરક્ષક અમિત નાયક, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી હેતલ વસૈયા, નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક રાઠોડ, લીડ બેન્ક મેનજેર, ઇન્કમટેક્સ, જીએસટીના અધિકારી સહિત વિવિધ નોડલ ઓફિસરઓ સહિત ખર્ચ નિરીક્ષણની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને ચૂંટણી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.