જીલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા બાળકોને લગતા કાયદાઓ માટે હિન્દુ અનાથ આશ્રમ નડિયાદ ખાતે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો

નડિયાદ, હિન્દુ અનાથ આશ્રમ નડિયાદમાં તા. 01/03/2024 ના રોજ જીલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં ડો. અલકા રાવલ પ્રોટેક્શન ઓફિસર દ્વારા બાળકોના કાયદાઓ, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ-2015 તથા પોકસો એક્ટ-2012, બાળ લગ્ન, બાળકોના અધિકારો, વ્યસનમુક્તિ તથા બાળકોની સરકારી યોજનાઓની સમજ આપી.

આ જાગૃતિ કાર્યક્રમમાં શિવમ નર્સિંગ કોલેજ વલાસણ આણંદના 150 વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને હિન્દુ અનાથ આશ્રમના બાળકો તથા સ્ટાફ હાજર રહ્યા હતા.