
નડિયાદ, નડિયાદ તાલુકાના વલેટવા ગામ ખાતે જીલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સી.બી.પટેલ આર્ટસ કોલેજના એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓને બાળકોના કાયદાઓ વિશે તથા બાળકોની સરકારી યોજનાઓની માહિતી આપી તથા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ચાઈલ્ડ વેલફેર કમિટીના સભ્ય રાજેન્દ્ર શર્મા તથા સી.બી.પટેલ કોલેજના પ્રોફેસર તથા જીલ્લા બાળ સુરક્ષા એકમના ડો.અલ્કારાવલ તથા ઘનશ્યામભાઈ તથા એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.