મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે જો આજે શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરે જીવતા હોત તો તેમણે રામ મંદિર નિર્માણ અને કલમ ૩૭૦ હટાવવા માટે પીએમ મોદીની પીઠ થપથપાવી હોત. શિવસેના આગામી લોક્સભા ચૂંટણીની તૈયારીમાં ’શિવ સંકલ્પ’ અભિયાનનું આયોજન કરી રહી છે. દરમિયાન, રત્નાગિરી-સિંધુદુર્ગના રાજાપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે સીએમ શિંદેએ આ વાત કહી.
સીએમ શિંદેએ કહ્યું કે, ’જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવી અને રામ મંદિરનું નિર્માણ બાળા સાહેબ ઠાકરેનું સપનું હતું. હવે આ બંને બાબતો પીએમ મોદીના કારણે પૂર્ણ થઈ છે. જો આજે બાળાસાહેબ ઠાકરે જીવતા હોત તો તેમણે પીએમ મોદીની પીઠ થપથપાવી હોત. બાળા સાહેબ ઠાકરેનું વર્ષ ૨૦૧૨માં અવસાન થયું હતું.