જેતપુરની યુવતીને લગ્નની લાલચ આપી જુનાગઢનાં શખ્સે દુષ્કર્મ ગુજાર્યાની રાવ

જુનાગઢ,

મુળ જેતપુરની યુવતીને જુનાગઢના યુવાને પોતાના વિધાતા લગ્ન મેરેજ બ્યુરોમાં નોકરીએ રાખી વિશ્ર્વાસમાં લઇ લગ્નની લાલચ આપી પત્ની સામે છુટાછેડાને તારી સાથે લગ્ન કરીશ તેવો વિશ્ર્વાસ અપાવી વારંવાર બળાત્કાર ગુજાર્યાની અને લગ્ન કરવાનું યુવતીએ કહેતા ઝાપટો મારી નોકરીમાંથી જતા રહેવાનું કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ બી ડીવીઝનમાં નોંધાઇ છે.

મુળ જેતપુર હાલ મધુરમ યોગી પાર્કમાં રહેતી વાણીયા જ્ઞાતિની ૩ર વર્ષની યુવતીને જુનાગઢ સરદારબાગની પાછળ રાયજીબાગમાં રહેતો અને જોષીપરા ખાતે વિધાતા લગ્ન બ્યુરો ચલાવતો આરોપી હિતેષ વડેરાએ પ્રથમ યુવતીને લગ્ન મેરેજ બ્યુરોમાં નોકરીએ રાખી મધુરમ વિસ્તારમાં મકાન રહેવા આપી વિશ્ર્વાસ કેળવી યુવતી સાથે લગ્ન કરવાનું કહી પોતાની પત્નીને છુટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ તેમ કહી યુવતી સાથે બળાત્કાર ગુજારી વારંવાર દુષ્કર્મ આચરેલ બાદ યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવતીને નોકરીમાંથી જતું રહેવાનું કહી બે ત્રણ ઝાપટો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ બી ડીવીઝનમાં નોંધાવી છે. પોલીસ કલમ ૩૭૬ એ તપાસ હાથ ધરી છે. બનાવ તા. ૧-૧-૨૦૧૮ થી ૬-૧-૨૦૨૩ દરમ્યાન બનવા પામ્યો હતો.