જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતનો મામલો, કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ પરિવારજનોને યોગ્ય તપાસની ખાતરી આપી

Rajkot : જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત મામલે હવે મૃતકના પરિવારજનોએ પોલીસની કામગીરી અને તપાસ પર સવાલો ઉભા કર્યા છે. મહિલા કોન્સ્ટેબલના આપઘાતની ઘટનામાં ભીનું સંકેલવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે હવે આ મામલે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા સાથે મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનોની બેઠક મળી હતી.

જેતપુર સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં DySP અને PIને પણ બોલાવવામાં આવ્યા હતા. બેઠકમાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ પરિવારજનોને તપાસની ખાતરી આપી હતી. સાથે જ જરૂર પડ્યે અન્ય એજન્સીઓને તપાસ સોંપવાની બાહેધરી પણ કુવંરજી બાવળિયાએ પરિવારજનોને આપી હતી. આપને જણાવી દઈએ કે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દયા સરિયાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.