
જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં કલ્યાણપુર પંથકની ૨૧ વર્ષીય યુવતી પર તે વિસ્તારના જ શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર નવાર દુષ્કર્મ આચરતા જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ જામનગરના કલ્યાણપુર પંથકમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કાના કરમટા (રહે.કલ્યાણપુર વિસ્તાર)નું નામ આપતા જેતપુર ઉદ્યોગનગર પોલીસે ૩૭૬, ૫૦૬ (૨) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદમાં જણાવ્યા અનુસાર ૨૧ વર્ષીય યુવતીને આરોપી ગઈ તા.૮-૬-૨૦૨૪ના કલ્યાણપુર પંથકમાંથી ફસાવીને જેતપુર લઈ આવ્યો હતો. જે બાદ તે યુવતીને ઉદ્યોગનગર વિસ્તારમાં લઈ જઈ યુવતીની મરજી વિરૂધ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પણ આરોપીની અનૈતીક માંગણીને યુવતી વસ ન થતા આરોપી રઘવાયો થયો હતો અને તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દેહ ચુંથી દુષ્કર્મ આચર્યું હતું.
જે બાદ યુવતી આરોપીની ચુંગાલમાંથી નિકળી પોલીસ મથકે પહોંચી હતી અને પોતાની આપવીતી સંભળાવતા પોલીસે તાત્કાલીક ગુનો નોંધી પીએસઆઈ આર.એ. જાડેજા અને ટીમે આરોપી કાના કરમટાની શોધખોળ હાથ ધરી હતી.