જેતપુર,
જેતપુરમાં આવેલા રેન બશેરામાંથી લાશ મળી આવતાં ચકચાર મચી હતી. રેન બશેરાની અગાસી પરથી એક વ્યક્તિની લાશ મળી આવતાં પોલીસ તપાસ શરૂ કરી હતી. જેમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પૈસાની લેતી-દેતી મામલે આ વ્યક્તિની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે. જ્યારે હત્યારો બીજો કોઇ નહીં, પરંતુ મિત્ર જ હોવાનું પણ ખુલ્યું હતું. હાલ પોલીસે હત્યા નિપજાવનારા મિત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
જેતુપરમાં આવેલા રેન બશેરાની અગાસી પરથી લાશ મળી આવી હતી. જે મામલે તપાસ કરતાં સામે આવ્યું હતું કે, આ હત્યા ૭૦૦રૂની ઉઘરાણીમાં મિત્ર દ્વારા જ કરવામાં આવી હતી. કણકિયા પ્લોટમાં આવેલા જૂની બંધ રેન બસેરાની આગાસી ઉપરથી મુકેશ દેવસી પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફોરેન્સિકની ટીમ દોડી આવી હતી. ફોરેન્સિક રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. જેની વધુ તપાસ હાથ ધરતાં આ ઘટનાને અંજામ આપનાર મૃતકનો મિત્ર સવજી ડાયા બગડા હોવાનું ખુલ્યું હતું. જે મામલે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે હત્યાની દિશામાં તપાસ શરૂ કરતાં આ સમગ્ર વાત સામે આવી હતી. સાથે જ ૭૦૦ રૂપિયાની ઉઘરાણી મુદ્દે મિત્રએ જ મુકેશ દેવસી પરમારને બોથર્ડ પ્રદાર્થ ફટકારી હત્યા કર્યાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે સવજી ડાયા બગડાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ, દિવસેને દિવસે હત્યાની ધટનાઓ વધી રહી છે. તેમાં પણ લોહીના સંબંધમાં કે મિત્ર દ્વારા જ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની ઘટનાઓ પણ ચોંકાવનારી રીતે વધી રહી છે.