જેઠોલી ગ્રામ પંચાયત ખાતે વધુ મતદાન થાય તે માટે ચુનાવ પાઠશાળા મિટિંગ યોજાઈ

બાલાસિનોર , બાલાસિનોર તાલુકાના જેઠોલી ખાતે જેઠોલી પરબીયા આલેલા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા મતદાન મથકોમાં આવનાર લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચુનાવ કી પાઠશાલા મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું અને વધુ મતદાન માટે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવેલું. આ મીટીંગમાં તાલુકા વિકાસ અધિકારી અવનીબા તાબિયાર, નૈમેષભાઈ પટેલ, જેઠોલી ગામના સરપંચ દિપકભાઈ પંચાલ, દિલીપસિંહ રાઠોડ, તલાટીઓ પ્રાથમિક શાળાના આચાર્યો, આંગણવાડી કાર્યકરો, આશાવર્કરો, બી.એલ.ઓ., આરોગ્ય કર્મચારીઓ તેમજ ગ્રામજનોએ આ મિટિંગમાં ઉપસ્થિત રહીને આવનારી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટેના શપથ અને અને માર્ગદર્શન આપ્યું હતું.