જેઠોલી ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભામાં ચાંદીપુરમ વાઇરસ અંગેની માહિતી આપવામાં આવી

જેઠોલી ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા યોજવામાં આવેલ હતી. ગામના સરપંચ દિપકભાઈ પંચાલ દ્વારા હાલમાં ચાલી રહેલા ચાંદીપુરમ વાયરસ અંગે ગ્રામજનોને માહિતી આપીને જાગૃત કરવામાં આવેલ હતા. જેમાં સેન્ડફ્લાયની ઉત્પતિ ક્યાંથી થાય છે, તેમજ તેના દ્વારા થતા જે રોગ થાય છે. જેવાકે બાળકોને સખત તાવ આવો, જાડા થવા, ઉલટી થવી, ખેંચ આવવી અને આ રોગ 0 થી 14 વર્ષના બાળકોને થાય છે. તેની અને તેને કેવી રીતે રોકી શકાય તેના ઉપાયો અંગેની વિશેસ ચર્ચા કરવામાં આવી અને સમગ્ર ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છતા રાખવા માટેની સૂચના કરવામાં આવી. ગ્રામસભામાં ગામના અગ્રણીઓ, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી બહેનો, આશાવર્કર બહેનો હાજર રહેલા હતા અને ગામમાં આ ચાંદીપુરમ વાઇરસનો કોઈ કેસના થાય તે માટે તકેદારી રાખવા માટેની ચર્ચા કરવામાં આવેલ હતી.