
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથકે ફરજ બજાવતા એએસઆઈ સિરાજ અબ્દુલ્લા શેખ તેમજ રાહુલ નવલસિંહ પરમાર, રાજેશભાઈ છગનભાઈ દ્વારા ઇ- કોપ ઓફ મોન્થ ની મદદથી જેસાવાડા બજારમાંથી એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં વોન્ટેડ આરોપી મિલકત તેમજ શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા બે આરોપીઓની ફિંગર પ્રિન્ટ ઓનલાઈન લઈ નેશનલ ડેટાબેઝમાં એન્ટ્રી કરી કરતા આરોપી અરવલ્લી , આણંદ, જિલ્લા વડોદરા શહેરના ગુનામાં તેના ફિગરપ્રિન્ટ મેચ થતા વર્ણ શોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કર્યા હતા જેમાં આરોપી પાસેથી રૂા.1,64,000 નો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો જેની નોંધ પોલીસ મહાન નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ડી.જી.પી વિકાસ સહાય સુધી લેવામાં આવી હતી જેમાં બીજેપી વિકાસ સહાય દ્વારા જેસાવાડા પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મીઓને આધુનિક ટેકનીક ના ઉપયોગથી ગુના શોધવાની ઉત્કૃષ્ટ કામગીરી માટે એક કપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવી જ ઉત્કૃષ્ટ કામગીરી કરો તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.