ગરબાડા, ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના બજારમાંથી નીકળતો ચીલાકોટા જવાના મુખ્ય માર્ગ ઉપર કચરાના વિશાળ ઢગલાને જાણે કે ડમ્પિંગ કેન્દ્ર હોય તેમ નર્કાગાર સમાન બની ગયો છે.
વાહન વ્યવહારથી ધમધમતા આ રસ્તા ઉપર પર જેસાવાડા વિસ્તારનો કચરો એકઠો કરાય છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ રસ્તા પરથી સ્કુલ જતા બાળકો તેમજ આજુબાજુ વિસ્તારના ગામલોકો અહિંયાથી પસાર થાય છે. જે ઢગલાના કારણે અસહ્ય દુર્ગંધનુ સામ્રાજય પણ બન્યુ છે. લોકો અહિં ખુલ્લામાં શોૈચ કરી જાય છે. ઓપન યુરીનલ બની જતા દુર્ગંધ બેફામ ફેલાય છે. કચરાના કારણે ચોમાસામાં તો કચરો દુર્ગંધ મારતો હોવાના કારણે હાલત ખુબ જ ખરાબ થતી હોય છે. જેસાવાડામાં આવેલા ચીલાકોટા જવાના મુખ્ય માર્ગ પર કચરાના ઢગલા જોવા મળતા સ્વચ્છતાં અભિયાનને કયાંકને કયાંક ગ્રહણ લાગ્યુે છે તેમ જોવા મળી રહ્યુ છે. આ કચરા ડેપો અન્ય સ્થળ પર ખસેડાય તે જરૂરી બન્યુ છે. બીજી તરફ ગરબાડા નગરના રામનાથ મહાદેવ મંદિરની પાસે જ વર્ષોથી નગરનો કચરો ઠલવાઈ રહ્યો છે. જે કચરો ડેપો મંદિર પરીસર પાસેથી અન્ય સ્થળે ખસેડવા માટે સ્થાનિક કક્ષાએથી લઈ જિલ્લાના સમાહર્તા સુધી રજુઆતો કરવા છતાં પરિણામ શુન્ય હોવાનુ જોવા મળી રહ્યુ છે.