જેસાવાડાના કિરણસિંહ ચાવડાને મુંબઈ ખાતે સન્માનિત કરવામાં આવ્યા

દાહોદ જીલ્લાના જેસાવાડા ગામના વતની કિરણસિંહ ચાવડાને મુંબઈ ખાતે યોજાયેલ ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત બહિષ્કૃત હિતકારણી સભાનો 100મો સ્થાપના દિવસ તેમજ શિક્ષિત બનો સંઘર્ષ કરો અને સંગઠિત થાવ એ સૂત્રના શતાબ્દી દિવસનો ઉજવણી સમારોહ તારીખ 20/07 /2024ના શનિવારે ડો. બાબા સાહેબ આંબેડકર ભવન દાદર પૂર્વ 17 એ ગૌતમ નગર મુંબઈ ખાતે સમારોહના ઉદઘાટક ભીમરાવ યશવંતરાવ આંબેડકર જોઓ રાષ્ટ્રીય કાયોધ્યક્ષ ધી બુદ્ધિષ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા મુંબઈ અને માન્ય ઈશ્વરભાઈ મકવાણા પૂર્વ રાજ્યમંત્રી ગુજરાત સરકાર ના વરદ હસ્તે સન્માનવામાં આવ્યા.

કિરણસિંહ ચાવડાએ અનુસુચિત જાતિ સૌરભ સામાયિક પ્રેરિત ત્રિસૂત્ર શતાબ્દી ઉજવણી યાત્રા અંતર્ગત દાહોદ જીલ્લાના તમામ તાલુકા મથકોએ તારીખ 7 અને 8 ઓક્ટોબર 2023 ના યાત્રા યોજી ને તાલુકા કક્ષાએ કેળવણી મંડળ રચવા માટે પ્રેરવા અને તે સૂત્રના સાર્થક અને અવિરત અમલવારી માટે તારીખ 10 ડિસેમ્બર 2023 ના રોજ દાહોદ જીલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળની રચના કરી. જે સૌ માટે અનુકરણીય બની રહેશે. તેઓએ છ જુલાઈ ના રોજ પ્રથમ વખત અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનો સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આજના આ મંગલ અવસરે આયુ. ભીમરાવ યશવંતરાવ આંબેડકરના પાવન સાનિધ્યમાં ગુજરાતમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમુદાયને રાજ્યસ્તરે સંવૈધાનિક પણે સંગઠિત કરવા સંકલ્પબધ્ધ થયા છીએ.