જેસાવાડા ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી

દાહોદ,

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે નહેરૂ યુવા કેન્દ્ર દાહોદ અને જય ભીમ યુવા મંડળ જેસાવાડાના સંયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી મહોત્સવ ઉજવાનું જય ભીમ યુવા મંડળના પ્રમુખ અરૂણ ચાવડાના સાંનિધ્યમાં યોજવામાં આવ્યો હતો. જેમાં સ્વામી વિવેકાનંદના જીવન વિષે યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે ઉપસ્થિત લોકોને જનજાગૃતિ અર્થે આપણો વિસ્તાર પ્લાસ્ટિક મુક્ત જીવન બનાવવામાં પહેલ કરવામાં આવી હતી અને તેમના દ્વારા ઉપસ્થિત તમામને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં યુવાનોમાં સ્વામી વિવેકાનંદનો પ્રભાવ પડે તે માટે યુવા પેઢી વ્યસન મુક્ત બને તે માટે યુવાનોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ે યુવા દિવસ નિમિત્તે યુવા મહોત્સવ કાર્યક્રમ નો વિડીયો કોંગ્રેસ દ્વારા નિહાળવામાં આવ્યું હતું કાર્યક્રમની આભાર વિધિ મંડળના મંત્રી સંજય સોલંકી દ્વારા કરવામાં આવી હતી.