જેસાવાડા ખરેડી ડુંગરી પ્રા.શાળામાં ઓરલ હેલ્થ ચેકઅપ કાર્યક્રમ યોજયો

દાહોદ,\મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને એપેડેમિક મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અને નેશનલ ઓરલ હેલ્થ કાર્યક્રમ ના સયુંકત ઉપક્રમે જેસાવાડા ખરેડી ડુંગરી પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ઓરલ હેલ્થ ચેકઅપ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં સ્કૂલ શિક્ષક દિવ્યાંગકુમાર ભરતભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન દ્વારા થતા નુકસાન અંગે અને COTPA-2003ના કાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.