
દાહોદ,
આગામી મકરસંક્રાંતિના તહેવારને અનુસંધાને ચાઈનીઝ દોરી થી થતા અકસ્માત અટકાવવા માટે સરકાર દ્વારા ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને દાહોદ જિલ્લા પોલીસ ચાઈનીઝ દોરા વેચતા દુકાનદારો તેમજ ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરતાં ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના સંદર્ભે ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે જેસાવાડા પોલીસને મળેલી બાતમીના આધારે જેસાવાડા સરવેલન્સ સ્કોડના માણસો સાથે પી.એસ.આઇ. એન.એમ.રામીની અધ્યક્ષતામાં જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીની હકીકત કરીને જેસાવાડા બજારમાં રાજેશભાઈ હઠીલા તથા રાહુલભાઈ શંકરભાઈ પરમાર ને ત્યાં પોલીસે રેડ કરતા તેઓની દુકાનો માંથી ચાઈનીઝ દોરીના ફિરકા તથા રિલો સાથે બે ઇસમો ને પકડી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજેશભાઈ હઠીલાની દુકાન માંથી ચાઈનીઝ દોરીની નાની મોટી રીલ નંગ-31 ની કિંમત રૂપિયા 4,340નો મુદ્દામાલ તથા રાહુલભાઈ શંકરભાઈ પરમારની દુકાન માંથી ચાઈનીઝ દોરીની નાની-મોટી રીલ તથા ફિરકા નંગ-12 કિંમત રૂપિયા 4,200નો મુદ્દા માલ પકડી પાડી બંને ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી