જેસાવાડા આરોગ્ય વિભાગ દ્વારા શંકાજનક વિસ્તારમાં ડેન્ગ્યુ-મલેરીયાનો સર્વે કરવામાં આવ્યું


ગરબાડા,
દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં જેસાવાડા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો.અશોક ડાભી તથા ડો.કેતન બારીયાની સુચના મુજબ જેસાવાડામા શંકાજનક વિસ્તારમાં ડેન્ગ્યુ સર્વેનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘરે ઘરે જઇ તપાસ કરી હતી. બિનજરૂરી પાણી ન ભરવા લોકોને સુચના આપી ઙઇંઈ ની તમામ ફી.હે.વ.આશા તેમજ મ.પ.હે.વ ગિરીશ પરમાર, રવીન્દ્ર પરમાર, પ્રવીણ રાઠોડ અને આ સર્વેનું સુપર વિઝન કે.સી. કટારા તથા સુપર વાઇઝર કિરણભાઈ આર. ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના સર્વે કરનાર કર્મચારીને સાથ સહકાર આપવાની અપીલ પણ કરવામાં આવી.