
મુંબઇ, સીરિયલ ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ૧૫ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. પરંતુ પાછલા વર્ષમાં ઘણા કલાકારોએ સિરીઝના મેર્ક્સ પર ગંભીર આરોપો લગાવ્યા છે. એક નહીં પરંતુ ઘણા કલાકારોએ પડદા પાછળની ઘણી બાબતોનો ખુલાસો કર્યો છે જેણે ચર્ચાને વેગ આપ્યો છે. આ સીરિઝમાં મહત્ત્વપૂર્ણ પાત્ર ધરાવતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે થોડા મહિનાઓ પહેલા અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.ત્યારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે.ટીવી સિરિયલોમાં કામ કરતા કલાકારો તેમનો મોટાભાગનો સમય સેટ પર વિતાવે છે. એટલા માટે કલાકારો પણ કેટલીક માંગણીઓ કરી રહ્યા છે. તેમની માંગણી ઓ સ્વચ્છ પાણી, સ્વચ્છ મેક-અપ રૂમ છે. અભિનેતાઓ ઘણીવાર શૂટિંગ દરમિયાન ઉપયોગમાં લેવાતા કપડાં વિશે નારાજગી વ્યક્ત કરતા જોવા મળે છે. આવી ઘણી સમસ્યાઓ જેનિફર મિસ્ત્રી બંસીવાલ દ્વારા કહેવામાં આવી છે.
જેનિફરે કહ્યું કે ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના સેટ પર ઘણી સમસ્યાઓ હતી. અમને સિરિયલના શૂટિંગ માટે સેટ પર સતત ૨૦ દિવસ સુધી એક જ કપડાં પહેરવા આપવામાં આવતા હતા. પ્રોડક્શન ટીમે ક્યારેય આની નોંધ લીધી ન હતી. શ્રેણીના કેટલાક લોકો ને પ્રોડક્શન ટીમ દ્વારા સ્વચ્છ ધોયેલા કપડા આપવામાં આવતા હતા, અમારી પાસે તે સુવિધા નહોતી. તેણીએ કહ્યું કે એટલું જ નહીં, કલાકારો પાસે સેટ પર માત્ર પાણીની બોટલો હતી. જો તે પાણીની વધુ બોટલ માંગે તો ક્યારેક તેમને સંભળાવવામાં આવતું. સીન માટે તૈયાર થયા પછી અમે કલાકો સુધી મેક-અપ રૂમમાં રાહ જોતા. નાઈટ શિફ્ટ દરમિયાન જો કોઈ વ્યક્તિ બિસ્કીટ નું પેકેટ માંગે તો પણ તેઓ તેને આપતા ન હતા. તેઓ કહેતા જો તમે બિસ્ટીક લો છો તો તમારે ભોજન કેન્સલ કરવું પડશે. હંમેશા પુરૂષ અને સ્ત્રી કલાકારો વચ્ચે હંમેશા ભેદ રાખવામાં આવ્યો હતો. અમારી પાસે સાદી વેનિટી વાન હતી જ્યારે તેમની પાસે લક્ઝરી કાર હતી. એટલું જ નહીં, અમને પહેલા તો તૂટેલા ચંપલ આપવામાં આવ્યા, પછી અમે વિરોધ કર્યા પછી પૈસા ચૂકવ્યા. હું શૂટિંગ માટે મારા ઘરેણાંનો જ ઉપયોગ કરતી હતી. તેણે આ ઈન્ટરવ્યુમાં આવી ઘણી ચોંકાવનારી વાતો કહી છે.તેણીએ એમ પણ કહ્યું કે મેં નિર્માતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, પરંતુ તેમના અસહકારને કારણે મારે ન્યાય માટે ખૂબ લડવું પડે છે, આ બધું મને ખૂબ જ પરેશાન કરે છે.