
મુંબઇ,
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર અને સૈફ અલી ખાનના નાના પુત્ર જેહ અલી ખાને તેનો બીજો જન્મદિવસ ઉજવ્યો હતો. જ્યાં એક તરફ તમામ સેલેબ્સે જેહની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.તો બીજી તરફ કરીના અને સૈફે ઘરે પુત્રના જન્મદિવસની પાર્ટી કરી હતી. હવે સોશિયલ મીડિયા પર સૈફની બહેન સબા અને સોહાએ જેહની બર્થડે પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી છે.
સૈફની બહેન સબાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જેહની બર્થડે પાર્ટીની કેટલીક તસવીરો છે. પ્રથમ તસવીરમાં પટૌડી ભાઈ-બહેન સૈફ, સોહા અને સબા એક્સાથે ફુગ્ગાઓ અને જન્મદિવસની સજાવટ સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. જ્યારે આગળની તસવીરમાં કરીના તેના પુત્ર જેહનો હાથ પકડીને જોઈ શકાય છે. બીજી તસવીરમાં સૈફ, કરીના, તૈમૂર અને જેહ કેક પાસે પોઝ આપી રહ્યા છે.