દાહોદ,\આજરોજ દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતના માર્ગદર્શન અન્વયે પ્રા.આ. કેન્દ્ર જેકોટ ખાતે આશા મીટિંગની અંદર પાણીજન્ય રોગો વિશે શું કાળજી રાખવી, હીટવેવની અંદર શું કરવુ શું ન કરવું તેના વિશે, વેક્ટર બોર્ન કંટ્રોલ પ્રોગ્રામ વિશે વિસ્તાર પૂર્વક સમજણ અપાવવામાં આવી અને ORS અને ઝીંક ટેબલેટ કઈ રીતના લેવી તે માટે પણ માહીતી આપવામાં આવી હતી. જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ માહિતી PHC,SBCC ટીમ દ્વારા આપવામાં આવી હતી
આ સદર મીટિંગમાં PHCનો તમામ સ્ટાફ અને આશા બહેનો હાજર રહ્યા હતા.