વિવેક ઓબરોય બોલીવુડનો એક સારો અભિનેતા છે. હાલમાં જ તેણે એક ઇન્ટરવ્યૂમાં તેના જીવનમાં આવેલ ખરાબ સમય વિશે વાત કરી હતી. તેના જીવનમાં પણ એક એવો સમય આવ્યો હતો જ્યારે તે ખૂબ દુ:ખી હતો. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે તે પણ સુશાંત સિંહ રાજપૂતની જેમ ખુદનો જીવ લેવા ઈચ્છતો હતો.
વિવેક ઓબરોયે જણાવ્યું કે ‘હું મારા જીવનમાં એક અંધારામાં હતો. મે પણ સુશાંતે જે કર્યું તે કરવાનું વિચાર્યું હતું. તમારા જીવનમાં આ ત્યારે થાય છે જ્યારે અંગત અને પ્રોફેશનલ જીવનમાં એક સાથે જ બધુ ખરાબ થવા લાગે.
વિવેક ઓબરોયે વધુમાં જણાવ્યું કે આ ખરાબ સમયમાં તે તેની માતા પાસે ગયો હતો. તે તેની માતાના ખોળામાં માથું રાખી ખૂબ રડ્યો હતો અને આ સાથે દરેક ફરિયાદો પણ કરી હતી. તે લગભગ 40 મિનિટ જેવું તેની માતાના ખોળામાં માથું રાખીને રડ્યો હતો. મારી માતા રાહ જોઈ રહ્યા હતા. પછી તેમને મને કહ્યું કે દીકરા જ્યારે તને એવોર્ડ મળી રહ્યા હતા, તારા વખાણ થઈ રહ્યા હતા, પ્રેમ મળી રહ્યો હતો, ત્યારે તે ભગવાનને કેમ ન પૂછ્યું કે ‘હું જ કેમ’.
માતાની આ વાતો સાંભળી વિવેક ઓબરોયની આંખો ખૂલી ગઈ. તેને સમજાય ગયું કે આ ખરાબ સમય પણ જતો રહેશે. આ ખરાબ સમયમાં તેનો પરિવાર તેની સાથે હતો. પરિવારે તેની હિંમત વધારી હતી. વિવેક ઓબરોય, રોહિત શેટ્ટીની સીરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ માં જોવા મળ્યો હતો. આ સીરીઝમાં તેની સાથે શિલ્પા શેટ્ટી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળ્યા હતા.