જે લોકો પોતાના ભાઈ અને સબંધીઓને જોડીને ન રાખી શક્યા તેઓ પીએમ મોદી વિરુદ્ધ બધાને એક કરવા નીકળ્યા છે: ભાજપના નેતા

મુંબઇ,

મહારાષ્ટ્રમાં રાજનેતા એક-બીજા પર શબ્દ બાણ છોડવાની એક પણ તક નથી છોડી રહ્યા. તક મળતા જ શબ્દ યુદ્ધ ચાલુ થઈ જાય છે. પછી તે સંજય રાઉત હોય કે બીજા કોઈ નેતા હોય. આ યાદીમાં હવે નવું નામ ભાજપ નેતા રમેશ કદમનું છે. તેમણે બુધવારે સવારે ઉદ્ધવ ઠાકરે જૂથ પર તીખી ટિપ્પણી કરી છે. કદમે પોતાના ટ્વીટમાં લખ્યું કે, જે લોકો પોતાના ભાઈ અને સબંધીઓને જોડીને ન રાખી શક્યા તેઓ પીએમ મોદી વિરુદ્ધ બધાને એક કરવા નીકળ્યા છે.

રામ કદમે લખ્યું કે, જે લોકો પોતાના લોહીના સબંધી ભાઈ-ભાભી અને પૂરા પરિવારને પણ એક સાથે જોડીને ન રાખી શક્યા. એટલું જ નહીં બાળા સાહેબની સેવા કરનારા સેવકો ઘરના કર્મચારીઓ પણ તેમને છોડીને એકનાથ શિંદે સાથે ચાલ્યા ગયા. રામ કદમે લખ્યું કે, ધારાસભ્ય સાંસદોને છોડો, કેબિનેટ મંત્રીઓ પણ પોતાની સાથે જોડીને ન રાખી શક્યા અને તેઓ પીએમ મોદી વિરુદ્ધ બધાને એક કરવા માટે નીકળ્યા છે. રામ કદમે કહ્યું કે, લાગે છે કે કદાચ રાતનું અત્યાર સુધી ઉતર્યું નથી.

બીજી તરફ આ અગાઉ એક બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આ સુપારી આપીને શિવસેનાને મારવાનો પ્રયત્ન છે. તેમણે કહ્યું કે, શિવસેનાનો જન્મ ભાજપની હથેળીઓ ચાટવા માટે નથી થયો. અત્યારે આ સૌથી કપરો સમય છે. હાલની સ્થિતિ એવી જ છે જેવી શિવસેના પ્રમુખના નિધન સમયે હતી. કહેવામાં આવ્યુ હતું કે, બાલાસાહેબના નિધન બાદ શિવસેના નહીં ચાલશે. પરંતુ અમે જીતી ગયા.