શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે આર્ટિકલ ૩૭૦ને નાબૂદ કરવાનો વિરોધ કરવાવાળા લોકોને કેન્દ્ર શાસિત રાજ્ય જમ્મુ અને કાશ્મીરના ઇતિહાસ અને ભૂગોળની કોઈ માહિતી નથી. તેમની આ ટિપ્પણી ત્યારે આવી છે, જ્યારે સુપ્રીમ કોર્ટ આર્ટિકલ ૩૭૦ હેઠળ રાજ્ય રહેલા જમ્મુ-કાશ્મીર પાસેથી વિશેષ દરજ્જો દૂર કર્યાના કેન્દ્રના પગલાની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓ પર સુનાવણી થઈ રહી છે.
બીજી બાજુ આ મહિને કલમ ૩૦૭ ખતમ કર્યાનાં ચાર વર્ષ પૂરાં થવાના પ્રસંગે ભાજપે કાશ્મીરમાં શાંતિ, વિકાસ અને સમૃદ્ધિના નવો યુગ ઊભરી આવ્યાની વાત કરી છે.
આઝાદે ક્ષેત્રીય પાર્ટીઓનું નામ લીધા વગર તેમના પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જે લોકો આર્ટિકલ ૩૭૦ રદ કરવાનો વિરોધ કરી રહ્યા છે, તેઓ વાસ્તવિક સ્થિતિની સાથે-સાથે જમ્મુ-કાશ્મીરના ઇતિહાસ અને ભૂગોળથી અજાણ છે. આર્ટિકલ ૩૭૦ કોઈ વિશેષ વિસ્તાર, રાજ્ય અથવા ધર્મ માટે નથી, બલકે બધા માટે સમાન રૂપે લાભકારક હતી. મને સુપ્રીમ કોર્ટ પર પૂર્ણ વિશ્ર્વાસ છે. મારું માનવું છે કે કોર્ટ આ પગલા પર બધાં પાસાંઓનો પર વિચાર કરશે.
આ પહેલાં ભાજપે એ સત્તાવાર પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે આર્ટિકલ ૩૭૦ને દૂર કરવાથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ, વિકાસ અને સમૃદ્ધિ આવી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય ખંડપીઠે આટકલ ૩૭૦ પર સુનાવણી દરમ્યાન સવાલ પૂછ્યો હતો કે એક જોગવાઈ ખાસ કરીને બંધારણમાં એક અસ્થાયી જોગવાઇના રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, એ સ્થાયી કેવી રીતે થઈ શકે?