જે ઘર ભગવાનને પસંદ હોય છે ત્યાં દીકરી હોય છે : તેજસ્વી યાદવ

પટણા, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે તેની પુત્રી કાત્યાયની સાથે રીલ બનાવી છે. તું આટલી ક્યૂટ કેમ છે… તારી નજર ઉતારું… તેજસ્વીએ આ ગીત સાથેનો ૧૮ સેકન્ડનો વીડિયો ફેસબુક પર શેર કર્યો છે. વીડિયો શેર કરીને તેજસ્વીએ લખ્યું છે કે દીકરીઓ એવા ઘરમાં હોય છે જે ઘર ભગવાનને પસંદ હોય છે. આ રીલમાં તેજસ્વી પુત્રી કાત્યાયનીને ગળે લગાવી છે. કાત્યાયની પિતા તેજસ્વીની છાતી પર આરામથી સૂઈ રહી છે. તેજસ્વી તેને લાડ કરી રહ્યા છે.

તેજસ્વી યાદવ આ વર્ષે ૨૮ માર્ચે પિતા બન્યા હતા. એ સમયે લાલુ યાદવ અને રાબડી દેવી તેમની પૌત્રીને જોવા હોસ્પિટલ પહોંચ્યાં હતાં. લાલુએ પૌત્રીને ખોળામાં લેતાંની તસવીરો પણ શેર કરી હતી.

લાલુ પ્રસાદે લખ્યું- પોતાના બાળકના બાળકને પહેલીવાર ખોળામાં રાખવું એ અદભુત, રોમાંચક, સુખદ અને મંત્રમુગ્ધ કરનારી ક્ષણ છે. આ પહેલાં તેમણે વધુ એક ટ્વીટ કર્યું હતું, જેમાં લખ્યું છે- ક્યારેક એવો અહેસાસ થાય છે કે પૌત્રો તમારી પાસેથી તમારા આત્માનો થોડો ભાગ પણ લઈ લે છે.

આ ખુશીમાં તેજ પ્રતાપ યાદવે વિધાનસભામાં લાડુ વહેંચ્યા હતા. અગાઉ તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે નવરાત્રિના આ શુભ અવસર પર અમારા પરિવારમાં નવા સભ્યનું આગમન એ એક શુભ સંકેત છે કે શક્તિ સ્વરૂપ મા દુર્ગાએ તેમના આશીર્વાદ આપ્યા છેપ.હવે બધી સમસ્યાઓ જલદી દૂર થઈ જશેપમારા અર્જુનને દીકરીધન મળવા પર ખૂબ ખૂબ અભિનંદન…

આ સાથે નાનાં કાકી રોહિણીએ પણ તેજસ્વી અને બાળકીના ફોટા સાથે એક પછી એક ૨ ટ્વીટ કર્યાં હતાં. ટ્વીટ કરતાં તેમણે લખ્યું હતું કે ભાઈ અને ભાભીના ચહેરા પર સ્મિત હોવું જોઈએ, મારા ઘરમાં હંમેશાં ખુશીઓ રહે.