
- નવી ટીમમાં ૨૨ નેતાઓને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.જેમાં સૌથી ચોંકાવનારૂ નામ મૌલાના ગુલામ રસુલ બલિયાવીનું છે.
પટણા,
જનતાદળ યુનાઇટેડ (જદયુ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે પાર્ટીના નવા રાષ્ટ્રીય પદાધિકારીઓના નામોની જાહેરાત કરી છે.જદયુ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મંગની લાલ મંડલને ઉપાધ્યક્ષ પદની જવાબદારી આપવામાં આવી છે.નવી ટીમમાં ૨૨ નેતાઓને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.જેમાં સૌથી ચોંકાવનારૂ નામ મૌલાના ગુલામ રસુલ બલિયાવીનું છે.જયારે પાર્ટીના વરિષ્ઠ નેતા કિશન ચંદ ત્યાગી (કે સી ત્યાગીને)પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓની યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.
કે સી ત્યાગી સતત ટીવી ડિબેટ્સમાં પાર્ટીના ચહેરા તરીકે જોવામાં આવતા હતાં પરંતુ છેલ્લા કેટલાક મહીનાઓમાં તે મીડિયામાં ઓછા નજરે પડવા લાગ્યા હતાં.માનવામાં આવે છે કે મુખ્યમંત્રી નીતીશકુમારથી તેમનું અંતર વધી રહ્યું હતું અને આજ કારણ છે કે તે આ વખતે પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓની યાદીમાં પોતાની જગ્યા બનાવી શકયા નહીં. પુરાની ટીમમાં ત્યાગી રાષ્ટ્રીય મહામંત્રીના પદે હતાં એ યાદ રહે કે ગત કેટલાક મહીનાઓથી જદયુમાં ખુબ ઉથલપાથલ મચી હતી આવામાં પાટી આશા કરી રહી હશે કે નવી ટીમ થોડી સ્થિરતા લઇ આવશે.
જદયુના રાષ્ટ્રીય મહામંત્રી આફાક અહમદ ખાન તરફથી જારી કરવામાં આવેલ યાદીમાં પૂર્વ ધારાસભ્ય રાજીવ રંજનને બેવડી જવાબદારી આપવામાં આવી છે.રંજનને મહામંત્રીની સાથે સાથે રાષ્ટ્રીય પ્રવકતા પણ બનાવવામાં આવ્યા છે.જયારે સંતોષકુમાર કુશવાહા રામસેવક સિંહ ચંદ્રેશ્ર્વર પ્રસાદ ચંદ્રવંશી દસઇ ચૌધરી ગુલામ રસુલ બલિયાવી આર પી મંડલ વિજયકુમાર માંઝી,ભગવાનસિંહ કુશવાહા કહકશાં પરવીન રામનાથ ઠાકુર અલી અશરફ ફાતમી સંજય ઝા ગિરધારી યાદવ રાજકુમાર શર્માને પણ મહામંત્રી બનાવવામાં આવ્યા છે.સાંસદ આલોકકુમાર સુમનને કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે જયારે સાત નેતાઓને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે.
જદયુની આ નવી યાદીમાં જે મૌલવી ગુલામ રસુલ બલિયાવીને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.તેમણે ગત કેટલાક મહીનાઓમાં અનેક વિવાદિત નિવેદન આપ્યા હતાં તાજેતરમાં તેમણે કહ્યું હતું કે મોદી સરકારમાં હિન્દુસ્તાનમાં મસ્જિદો તોડવામાં આવી રહી છે અને તેમના ઘરો પર બુલડોઝરક ચલાવવામાં આવી રહ્યું છે.બલિયાવીએ મુસલમાનોને અપીલ કરતા કહ્યું હતું કે જો હવે મુસલમાન જાગશે નહીં તો બીજી કોમ શાનથી જીવશે અને તેમના સંતાનો પોતાના નામ પણ બતાવી શકશે નહીં તેમણે કહ્યું હતું કે સત્તામાં બેઠેલા કેટલાક લોકોનું બુલડોઝર આવારા પાગલની જે અમારી મસ્જિદો શોધી રહી છે અને હવે કાગળ શોધવામાં આવી રહ્યાં છે.