પટણા, સીએમ નીતિશ કુમારની પાર્ટીએ લોક્સભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેડીયુએ ૧૬ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સીતામઢીના સાંસદ અને જદયુ નેતા સુનીલ કુમાર પિન્ટુની ટિકિટ કાપવામાં આવી છે. તેમના સ્થાને વિધાન પરિષદના અધ્યક્ષ દેવેશ ચંદ્ર ઠાકુરને ટિકિટ આપવામાં આવી છે. સિવાનના સાંસદ કવિતા સિંહની ટિકિટ પણ કાપવામાં આવી છે. તેમના સ્થાને પાર્ટીએ વિજયાલક્ષ્મી દેવીને લોક્સભાના ઉમેદવાર બનાવ્યા છે.
આ સાથે જ ચૂંટણી પહેલા જ લોક્સભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકેલા ધારાસભ્ય ગોપાલ મંડલને પણ ટિકિટ આપવામાં આવી નથી. કિશનગંજ લોક્સભા સીટ પરથી ૨૦૧૯ની ત્નડ્ઢેં ટિકિટ પર ચૂંટણી લડનારા સૈયદ મહમૂદ અશરફની જગ્યાએ પાર્ટીએ મુજાહિત આલમને ટિકિટ આપી છે. પાર્ટીએ શિવહરથી લવલી આનંદના નામને મંજૂરી આપી દીધી છે. જનતા દળ યુનાઈટેડના કાર્યાલયમાં વરિષ્ઠ નેતા વશિષ્ઠ નારાયણ સિંહે ૧૬ બેઠકો માટે લોક્સભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
લોક્સભામાંથી જેડીયુના ઉમેદવારોમાં વાલ્મીકિ નગર- સુનીલ કુમાર,શિવહર – લવલી આનંદ,સીતામઢી – દેવેશચંદ્ર ઠાકુર,ઝાંઝરપુર- રામપ્રીત મંડળ,સુપૌલ- દિલેશ્ર્વર કામત,કિશનગંજ- મુજાહિદ આલમ,કટિહાર- દુલાલચંદ્ર ગોસ્વામી,પૂણયા- સંતોષ કુમાર કુશવાહા,મધેપુરા- દિનેશચંદ્ર યાદવ,ગોપાલગંજ- ડૉ.આલોક કુમાર સુમન,સિવાન- વિજયાલક્ષ્મી દેવી,ભાગલપુર – અજય કુમાર મંડલ,બંકા – ગિરધારી યાદવ,મુંગેર – રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ,નાલંદા- કૌશલેન્દ્ર કુમાર,જહાનાબાદ-ચંદેશ્ર્વર આઝાદનો સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયા પર સાંસદ સુનીલ કુમાર પિન્ટુ દ્વારા લખાયેલું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. પિન્ટુએ ટ્વીટ કર્યું છે કે ચૂંટણી લડવી નિશ્ર્ચિત છે મને નેતૃત્વમાં વિશ્ર્વાસ છે નેતૃત્વના નિર્ણયની રાહ જોઈ રહ્યો છું અંતમાં તેણે લખ્યું છે જય મા જાનકી. ટીકીટ મળ્યા બાદ સુનીલ કુમાર પિન્ટુ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે કે કોઈ પક્ષ તરફથી તે તો સમય જ કહેશે. પરંતુ, તે સ્પષ્ટ છે કે તે ચોક્કસપણે બળવો કરશે.