- પ્રચારના આધારે ચાલી રહેલી ભારતીય જનતા પાર્ટી જનતાને નિષ્ફળ કરી રહી છે.
પટણા, કેન્દ્ર સરકાર પર એક પણ વચન પૂરું ન કરી શકવાનો આરોપ લગાવતા, બિહારમાં સત્તારૂઢ જનતા દળ યુનાઈટેડએ કહ્યું કે પ્રચારના આધારે ચાલી રહેલી ભારતીય જનતા પાર્ટી જનતાને નિષ્ફળ કરી રહી છે. તેના નવ વર્ષના શાસન દરમિયાન સ્વપ્ન સિવાય કશું કર્યું નથી.
જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા અને મહાસચિવ રાજીવ રંજને કેન્દ્ર સરકારના નવ વર્ષને દરેક ધોરણમાં નિષ્ફળ ગણાવ્યા અને ભાજપ પર એક પણ વચન પૂરું ન કરી શકવાનો આરોપ લગાવતા કહ્યું કે, પ્રચારના આધારે ચાલી રહેલી ભાજપ નવ વર્ષના શાસનમાં નિષ્ફળ ગયા છે.જનતાને ઠાલા સપના દેખાડવા સિવાય કશું કર્યું નથી. સતત બે ટર્મ પછી પણ તેઓ એવું વચન કહી શક્તા નથી કે જે તેમણે યોગ્ય રીતે પૂર્ણ કર્યું છે. તેમનો આખો સમય યોજનાઓની રિબીન કાપવામાં અને તેમના ફોટોગ્રાસ પ્રસિદ્ધ કરવામાં પસાર થાય છે.
ભાજપને સવાલ પૂછતા રંજને કહ્યું કે આજે એક તરફ ભાજપના નિવેદનો નવ વર્ષની ખોટી સિદ્ધિઓ ગણાવી રહ્યા છે, તો બીજી તરફ જનતા છેતરાયાનો અહેસાસ કરી રહી છે. પોતાની પીઠ થપથપાવનાર ભાજપે જણાવવું જોઈએ કે કેટલા ખેડૂતોની આવક બમણી થઈ છે. તેમણે સમજાવવું જોઈએ કે કૌશલ્ય વિકાસ મંત્રાલય પર કરોડો રૂપિયા ખર્ચવા છતાં ભારતમાં કુશળ કામદારોની સંખ્યા બે ટકા કેમ છે. જેડીયુના મહાસચિવે કહ્યું કે ભાજપે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનું વચન આપ્યું હતું, પરંતુ તેને મોંઘું કરીને ૧૦૦ રૂપિયાને પાર કરી દીધું. તેમને જણાવવું જોઈએ કે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયા પછી પણ તેમણે પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ ઘટાડ્યા નહીં.
રંજને પૂછ્યું કે ભાજપે જણાવવું જોઈએ કે તેઓ વિદેશમાંથી કેટલું કાળું નાણું દેશમાં પાછું લાવ્યા. તેમણે જણાવવું જોઈએ કે તેમના શાસનમાં માત્ર અદાણી-અંબાણીની જ મિલક્તો શા માટે વિક્સાવવામાં આવી હતી. તેમણે જણાવવું જોઈએ કે બે કરોડ વાષક નોકરીના વચન મુજબ કેટલી નોકરીઓ આપવામાં આવી. મધ્યમ વર્ગની આવક કેમ ન વધી ? ઉજ્જવલા યોજના કેમ નિષ્ફળ થઈ રહી છે. તેમણે જણાવવું જોઈએ કે નમામિ ગંગેમાં અબજો રૂપિયા ખર્ચ્યા પછી પણ આજ સુધી ગંગાજીની સફાઈ કેમ નથી થઈ. જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું કે વાસ્તવમાં મોદી સરકારના નવ વર્ષ નિષ્ફળતા, જનતા સાથે છેતરપિંડી અને જુમલેબાજીના નવ વર્ષ છે. વર્ષોથી, સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા માત્ર વિપક્ષને દબાવવાનું, સાંપ્રદાયિક ઉન્માદ ફેલાવવાનું અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. મોદી સરકારના આ નવ વર્ષમાં વિકાસ ભાજપના મૂડીવાદી મિત્રોનો જ થયો છે, જ્યારે જનતાની હાલત વધુ દયનીય બની છે.