જયપુરમાં શુક્રવારે સવારે અત્યાર સુધીની સૌથી ભયાનક દુર્ઘટના થઈ. LPGથી ભરેલાં ટેન્કરમાં લાગેલી આગ એક કિલોમીટર સુધી જોવા મળી હતી. આ દુર્ઘટનાનો એરિયલ વ્યૂ જોવાથી એવું લાગતું હતું કે યુદ્ધના મેદાનમાંથી આગના ગોળા વરસી રહ્યા છે.
આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે આગની ચપેટમાં આવેલા લોકોના અંડર ગાર્મેન્ટ્સ પણ બળી ગયા હતા. એવામાં લોકોએ કપડાં ઉતારીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દુર્ઘટનાના ભાસ્કર પાસે થોડા લાઇવ વીડિયો છે, જેના દ્વારા ઘટનાની ભયાવહતાનો અંદાજો લગાવી શકાય છે.
આ બ્લાસ્ટમાં 34 પેસેન્જર્સથી ભરેલી સ્લીપર બસ પણ બળીને ખાખ થઈ ગઈ છે. તેમાં સવાર 34 પેસેન્જર્સમાંથી 20 દાઝી ગયા છે. ત્યાં જ, 14 પેસેન્જર્સ અને ડ્રાઇવર-કન્ડક્ટર ગાયબ છે.ટેન્કર ફાટ્યાની આગની જ્વાળાઓ એટલી ઉપર સુધી ઊઠી કે અનેક પક્ષીઓ પણ બળી ગયાં. બસ અને ટ્રક સાથે હાઈવે પર અનેક ગાડીઓ પણ આગની ચપેટમાં આવી ગઈ છે.
આગની ચપેટમાં એક બાઇક સવારનું હેલ્મેટ તેના ચહેરા સાથે ચોંટી ગયું અને તેની આંખ પણ બળી ગઈ. ઘાયલોની વચ્ચે એક એવો મૃતદેહ પણ હોસ્પિટલ પહોંચ્યો જેનું માત્ર ધડ જ હતું. માથું અને પગ ગાયબ હતાં.જોકે, શુક્રવારે સવારે દિલ્હી પબ્લિક સ્કૂલ પાસે LPG (BPCL) ટેન્કર અને ટ્રકની ભીષણ ટક્કરમાં 9 લોકો જીવતા બળી ગયા. દુર્ઘટનામાં 35 લોકો દાઝી ગયા છે. દુર્ઘટનાના 6 કલાક પછી પણ લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરા થઈ રહી છે.
જાણો કેવી રીતે થયો અકસ્માત
- LPGથી ભરેલું ટેન્કર અજમેર તરફથી જયપુર આવી રહ્યું હતું.
- ભાંકરોટમાં ડીપીએસ સ્કૂલ સામેથી ટેન્કર યૂ-ટર્ન લઈ રહ્યું હતું.
- જયપુર તરફથી આવી રહેલી ટ્રકે ગેસના ટેન્કરના નોઝલમાં ટક્કર મારી દીધી.
- નોઝલમાંથી લગભગ 18 ટન ગેસ હવામાં ફેલાઈ ગયો અને 200 મીટરનો વિસ્તાર ગેસ ચેમ્બર બની ગયો.
- થોડીવાર પછી ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો અને આગ નજીકના વાહનોમાં ફેલાઈ ગઈ.
- ગેઈલ ઈન્ડિયાના ડીજીએમએ કહ્યું કે દુર્ઘટના સ્થળથી લગભગ 100 મીટર દૂર ક્રૂડ ઓઈલની પાઈપલાઈન છે, પરંતુ તે સુરક્ષિત છે.
લેકસિટી ટ્રાવેલની બસ ગુરુવારે રાત્રે 9 વાગ્યે ઉદયપુરથી નીકળી હતી. તે સમયે બસમાં 35 મુસાફરો હતા. એક મુસાફર અજમેર ખાતે ઊતરી ગયો હતો. બસ સવારે 6.30 વાગે જયપુર પહોંચવાની હતી, પરંતુ સવારે 5.45 વાગે અકસ્માત સર્જાયો હતો. બસના મુસાફરે જણાવ્યું કે અચાનક બસમાં આગ લાગી હતી.
બસના મુખ્ય દરવાજાને પણ લોક મારી દેવામાં આવ્યું હતું. જેના કારણે લોકોને બહાર નીકળવામાં મોડું થયું અને અનેક લોકોનાં મોત થયા. આ અકસ્માતમાં બસના ડ્રાઈવરને સૌથી પહેલા ઈજા થઈ હતી. ઘટનાસ્થળે 2 થી 3 કિલોમીટરના વિસ્તારમાં રોડ પર ઉભેલાં તમામ વાહનો આગની લપેટમાં આવી ગયાં હતાં. આ પછી લગભગ એક કલાક સુધી વિસ્ફોટના અવાજ સંભળાયા.
લોકો કપડાં ઉતારીને ભાગી ગયા
હવામાં ઝડપથી ફેલાયેલા ગેસે દુર્ઘટનાને ખૂબ જ ભયાવહ બનાવી દીધી હતી. આસપાસ રહેલા લોકોએ જણાવ્યું કે જ્યારે તેઓ ધમાકાનો અવાજ સાંભળીને બહાર આવ્યા ત્યારે લોકો અહીં-ત્યાં ભાગી રહ્યા હતા. અનેક લોકો બળી ગયેલાં કપડાને ઉતારવાની કોશિશ કરી રહ્યા હતા.
ઘટનાસ્થળે પહોંચેલા એક પરિજન મોહનલાલે જણાવ્યું, મદદ કરતી સમયે પણ અનેક લોકો ગેસના કારણે બેભાન થઈ ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે અમે પણ દૂર થઈ ગયા. ઘટના સ્થળે શું થયું તેની કોઈ જાણકારી નથી. મારો ભાણિયો હરિલાલ દુર્ઘટનામાં દાઝી ગયો. તેની સારવાર ચાલી રહી છે.દુર્ઘટનાની જગ્યા લગભગ 400 મીટરની અંદર સેંકડોની સંખ્યામાં પક્ષી પણ બળીને ખાખ થઈ ગયેલાં પડ્યાં હતાં. હાઈવેના કિનારે ઊભેલી 25થી વધારે ગાડીઓ પણ બળી ગઈ છે.