જવાહર નવોદય વિધાલય, લીમખેડા દાહોદ-2 જી .દાહોદ ખાતે વર્ષ 2025-26 માં ધોરણ-6માં પ્રવેશ મેળવવા માટે આવેદન ભરવાની શરૂઆત તા. તારીખ18-07-2024થીશરૂ થઈ ગયેલ છે. પ્રવેશ પરીક્ષા તા. 18/01/2025 ના રોજ યોજાનાર છે. જેથી પ્રવેશ મેળવવા ઈચ્છુક આવેદકોએ ઓનલાઈન આવેદન કરવાની છેલ્લી તારીખ તા.16.09.2024 છે. જે માટે આવેદક વર્ષ 2024 -25 ધોરણ 5માં ભણતો હોવો જોઈએ. ધોરણ 3,4,5 સળંગ અભ્યાસ કરેલ હોવો જરૂરી છે.
જવાહર નવોદય વિદ્યાલય, લિમખેડા, જી.દાહોદ-2 માં પ્રવેશ માટે દાહોદ-2 જીલ્લાના લીમખેડા, દેવગઢ બારિયા, ધાનપુર, ગરબાડા તથા સિંગવડ તાલુકાઓમાં ભણતા તથા વસવાટ કરતાં વિદ્યાર્થીઓ જ જવાહર નવોદય વિદ્યાલય લીમખેડા, દાહોદ-ર માટે આવેદન પત્ર ભરી શકે છે. આવેદક તા.01.05.2013 થી તા.31.07.2015 ની વચ્ચે જન્મેલ હોવો જોઈએ.(બંને તારીખ મળીને) આવેદકે આવેદન પત્ર ભરવા માટે વેબ સાઇટ https://www.navodaya.gov.in પરથી ભરી શકાશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિધ્યાર્થિની શાળા શહેરી વિસ્તારમાં છે કે ગ્રામ્ય વિસ્તારમાં છે તે ચકાસીને ફોર્મ ભરવું. વધુ માહિતી માટે જવાહર નવોદય વિદ્યાલય લીમખેડા, દાહોદ -2 નો સંપર્ક કરવા પ્રાચાર્ય એસ.એસ.પટોડે દ્વારા જણાવાયું છે.