- લાકડા ચોરો દ્વારા વાહનો પાસ કરાવવા ‘રંગીલું પંચમહાલ અને ફિર હેરા ફેરી’ વોટસએપ ગૃપ ચલાવતા હતા.
ગોધરા, પંચમહાલ જીલ્લામાં અધિકારીઓની જાસુસી અને લાઈવ લોકેશન ટ્રેસ મામલામાં ગોધરા પ્રાંત અધિકારી દ્વારા પકડાયેલ મોબાઈલમાં જાસુસીકાંડ સંકડાયેલ 18 ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી. તેવા 18 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના જાસુસીકાંડમાં અત્યાર સુધી પોલીસ દ્વારા 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પંચમહાલ જીલ્લામાં ખનિજ માફિયાઓ તેમજ લાકડા ચોરો દ્વારા મોટાપ્રમાણમાં ગેરકાયદેસર ખનિજ ખનન તેમજ લાકડા ચોરો દ્વારા લીલા વૃક્ષોનું નિકંદન કરીને લાકડાના વાહનો દ્વારા હેરાફેરી કરવામાં આવતી હોય ત્યારે ખનિજ માફિયાઓ તેમજ લાકડા ચોરો દ્વારા જીલ્લાના અધિકારીઓ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓના વાહનોના લાઈવ લોકેશન ટ્રેસ કરવામાં આવતા હતા અને મોબાઈલ ફોનમાં વોટસએપના માધ્યમથી ઓડીયો મેસેજની વોટસએપ ગૃપમાં અધિકારીઓના લોકેશનની જાણ કરાતી હતી. ગોધરા પ્રાંત અધિકારી દ્વારા ઈસમને ઝડપી તેનો મોબાઈલ કબ્જે લેવામાંં આવ્યો હતો. મોબાઈલ તપાસમાં ખનિજ માફિયા અને લાકડા ચોરો દ્વારા અધિકારીઓની જાસુસી જાણકારી પહોંચાડતી હતી. વેજલપુર પોલીસ દ્વારા તપાસ કરતા જાસુસી કરતાં ઈસમો દ્વારા મોબાઈલ ફોનના વોટસએપમાં ‘રંગીલુ પંચમહાલ અને ફિર હેરા ફેરી ’ જેવા વોટસએપ ગૃપ બનાવ્યા હતા. આ બન્ને વોટસએપ ગૃપમાં લાકડા ચોરો દ્વારા ફોરેસ્ટ વિભાગ તેમજ જીલ્લાના અધિકારીઓના લાઈવ લોકેશન ટ્રેસ કરીને જાસુસી કરવામાં આવતી હતી. આ બન્ને વોટસએપ ગૃપ લાકડા ચોરો દ્વારા લાકડાના વાહનો પાસ બનાવવામાં આવ્યું હતુંં. વેજલપુર પોલીસ દ્વારા તપાસ કરતા જાસુસી કાંડમાં 18 ઈસમોની અટકાયત કરવામાં આવી છે. અત્યાર સુધી અધિકારીઓના વાહનોના જાસુસીકાંડમાં પર્દાફાશ થયા બાદ 35 જેટલા ઈસમોની અટકાયત કરાઈ છે સાથે વેજલપુર પોલીસ તપાસમાં જે બે વોટસએપ ગૃપ ‘ રંગીલુ પંચમહાલ અને ફિર હેરા ફેરી ’ ગૃપમાં સંકડાયેલ તપાસ ઈસમોની અટકાયત કરવા માટે પોલીસ સઘન તપાસ કાર્યવાહી હાથ ધરી છે. જેને લઇ આવી પ્રવૃતિમાં સંકડાયેલ ઈસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પંચમહાલ જીલ્લામાં લાકડા ચોરો દ્વારા લાકડા ભરેલા વાહનો પાસ કરાવવા માટે વન વિભાગના અધિકારી અને કર્મચારીઓના જાસુસી કરવામાં આવતી હતી. લાકડા ચોરો દ્વારા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓની જાસુસી માટે ‘ રંગીલું પંચમહાલ અને ફિર હેરા ફેરી ’ એવા બે વોટસએપ ગૃપ બનાવ્યા હતા. તેવું તપાસમાં ખુલવા પામ્યું છે. વેજલપુર પોલીસ દ્વારા 18 ઈસમોની અટકાયત કરાઈ છે. સાથે બન્ને ગૃપમાં સંકડાયેલ ઈસમોની અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે. જીલ્લાના અધિકારીઓની જાસુસીકાંડ અત્યાર સુધી 35 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.