- વોટસએપ ગૃપ દ્વારા રજેરજની માહિતી આપનાર પાંચ સામે પોલીસ કાર્યવાહી બાદ વધુ તપાસમાં નવું જાસુસી કાંડ બહાર આવ્યું.
- વેજલપુર પોલીસની જાસૂસી કાંડમાં કાર્યવાહી.
- ગોધરા પ્રાંત અધિકારી દ્વારા જાસૂસી કરતા એક વ્યક્તિનો મોબાઇલ અગાઉ પકડ્યો હતો.
- મોબાઈલ પકડ્યા બાદ વધુ બે ગૃપ મળી આવ્યા હતા.
- “રંગીલું પંચમહાલ” અને “ફિર હેરા ફેરી” એમ બંને ગૃપ એક્ટિવ હતા.
- બંને ગૃપ પંચમહાલમાં લાકડા ચોરી કરતા લોકો પંચમહાલના ફોરેસ્ટ અધિકારીઓનું લોકેશન આપતા હતા.
- મોબાઈલ પકડ્યા બાદ ફોરેસ્ટના અધિકારીઓની જાસુસી કાંડ નીકળ્યું.
- પંચમહાલના અધિકારીઓના જાસુસી કાંડમાં હજી પણ થઈ શકે છે કાર્યવાહી.
ગોધરા,અગાઉ પંચમહાલ જીલ્લામાં આવેલ ખાણ-ખનિજ અને પુરવઠા સંબંધિત ગુપ્ત ગતિવિધીઓ અને તપાસ જેવી સંવેદનશીલ બાબતો ઉપર નજર રાખીને અધિકારીઓની ટીમ કયાં-કયાં પહોચી છે તેની રજેરજની માહિતી આપતા જાસુસી કાંડનો પર્દાફાશ થતા પાંચ ઈસમો સામે વેજલપુર પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ વધુ પોલીસ તપાસમાં પાંચ પૈકી બે ઈસમોના મોબાઈલ ચેક કરતા તેઓના મોબાઈલમાં રંગીલું પંચમહાલ અને ફિર હેરા ફેરી જેવા વોટસએપ ગૃપ મારફતે લાકડા માફિયાઓ દ્વારા વન વિભાગની ટીમની જાસુસી કરતાનું ષડયંત્ર ઝડપી પાડીને વધુ એક જાસુસી કાંડ બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.
રાજ્ય સરકારની વખતોવખતની સુચનાઓ તથા જીલ્લાકક્ષાએ મળતી ગંભીર ફરિયાદો બાબતે તાજેતરમાં જાગૃત અને પ્રમાણિક અધિકારીઓ દ્વારા ચોકકસ દિશામાં તપાસ કાર્યવાહી હાથ ધરીને દોષિતો સામે દંડનિય પગલાં ભરવામાં આવી રહ્યા છે. પરંતુ કેટલાક સ્થળોએ પાકી બાતમી હોવા છતાં કેટલીકવાર ઓપરેશન નિષ્ફળ જતાનો તપાસ અધિકારીઓને કડવો અનુભવ થઈ રહ્યો હતો.