જસપ્રીત બુમરાહ આઇપીએલમાં સૌથી ઝડપી ૧૫૦ વિકેટ ઝડપનાર ત્રીજો ખેલાડી બન્યો

મુંબઇ, આઇપીએલ ૨૦૨૪ ની ૨૦મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને ૨૯ રનથી હરાવ્યું અને સિઝનની તેમની પ્રથમ જીત નોંધાવી. આ મેચમાં દિલ્હી તરફથી છ બોલરોએ બોલિંગ કરી હતી અને મુંબઈ માટે પણ છ બોલરોએ બોલિંગ કરી હતી. આ હાઈ સ્કોરિંગ મેચમાં જસપ્રીત બુમરાહ સિવાયના તમામ બોલરો મોંઘા સાબિત થયા હતા. બુમરાહ સિવાય અન્ય બોલરોનો ઈકોનોમી રેટ આઠથી ઉપર હતો. તે જ સમયે, બુમરાહે ચાર ઓવરમાં ૨૨ રન આપીને બે વિકેટ લીધી હતી. તેનો ઈકોનોમી રેટ ૫.૫૦ હતો. બે વિકેટ લેવાની સાથે બુમરાહે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. તેણે આઈપીએલમાં ૧૫૦ વિકેટ પણ પૂરી કરી અને આમ કરનાર તે ૧૧મો ખેલાડી બન્યો.

બુમરાહે આઇપીએલમાં ત્રીજી સૌથી ઝડપી ૧૫૦ વિકેટ પૂરી કરી. આ માટે તેણે ૧૨૪ મેચ રમી હતી. આ મામલે લસિથ મલિંગા ટોચ પર છે, જેણે ૧૦૫ મેચમાં ૧૫૦ વિકેટ પૂરી કરી હતી. તે જ સમયે, બીજા સ્થાન પર યુઝવેન્દ્ર ચહલ છે, જેણે ૧૧૮ મેચમાં આ કર્યું હતું.આઇપીએલમાં ચહલે સૌથી વધુ વિકેટ ઝડપી છે. તેણે અત્યાર સુધીમાં ૧૯૫ વિકેટ ઝડપી છે. આ સાથે જ બુમરાહે વધુ એક રેકોર્ડ પણ બનાવ્યો છે. તેણે ૨૦૧૫માં આ લીગમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે માત્ર એક જ ટીમ માટે રમી રહ્યો છે. એટલે કે બુમરાહે મુંબઈમાં રહીને ૧૫૦ વિકેટ પૂરી કરી. કોઈપણ એક ટીમ માટે આઈપીએલમાં આ ત્રીજી સૌથી વધુ વિકેટ છે. આ મામલે મલિંગા પણ ટોપ પર છે. તેણે મુંબઈ માટે ૧૭૦ વિકેટ લીધી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી સુનીલ નારાયણ ૧૬૬ વિકેટ સાથે બીજા સ્થાને છે.આઇપીએલમાં ૧૦૫ લસિથ મલિંગા,૧૧૮ યુઝવેન્દ્ર ચહલ,૧૨૪ જસપ્રીત બુમરાહ,૧૩૭ ડ્વેન બ્રાવો,૧૩૯ ભુવનેશ્ર્વર કુમાર વિકેટ લીધી

શેફર્ડ આઇપીએલની એક ઇનિંગમાં ઓછામાં ઓછા ૧૦ બોલ રમનારા બેટ્સમેનોમાં સ્ટ્રાઇક રેટના મામલે તે ટોચ પર પહોંચી ગયો છે. આ કિસ્સામાં પેટ કમિન્સ ૩૭૩.૩૩ના સ્ટ્રાઈક રેટ સાથે બીજા સ્થાને છે અને એબી ડી વિલિયર્સ ૩૭૨.૭૨ના સ્ટ્રાઈક રેટ સાથે ત્રીજા સ્થાને છે. આન્દ્રે રસેલ ચોથા નંબરે અને ક્રિસ ગેલ પાંચમા નંબરે છે. તે જ સમયે, શેફર્ડનો સ્ટ્રાઈક રેટ આઈપીએલની એક ઈનિંગમાં ઓછામાં ઓછા ૩૦ રન બનાવનારા બેટ્સમેનોમાં બીજા ક્રમે છે. આ મામલે ક્રિસ મોરિસ ટોપ પર છે. તેણે ૨૦૧૭માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ સામે નવ બોલમાં ૩૮ રન બનાવ્યા હતા. ત્યારે તેનો સ્ટ્રાઈક રેટ ૪૨૨.૨ હતો.