જસદણની ઓડિયો ક્લિપ વાયરલ થવા મામલે પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું- ભાજપના કાર્યર્ક્તા શિસ્તબદ્ધ સૈનિકો છે

ગાંધીનગર,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ૮મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ પહેલા જસદણના ભાજપના ઉમેદવારને હરાવવાની વાતચીતનો ઓડિયો વાયરલ થતાં જસદણનું રાજકારણ ગરમાયું છે. ભાજપના જ બે નેતા વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા અને પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઓડિયો ક્લિપની કોઇએ પ્પુષ્ટિ કરીં નથી.

કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે, ’આજે ગજેન્દ્રભાઈ રામાણીની ઓડિયો ક્લિપ મને સાંભળવા મળી. આ ઓડિયો ક્લિપ સાબિત કરી બતાવે છે કે તેમણે ચૂંટણી વખતે મારી વિરુદ્ધમાં ખુલ્લેઆમ કામ કર્યું છે.’ તેમણે જણાવ્યું કે, ગજેન્દ્રભાઈ રામણીવાળી ટોળકીએ મતદાન વખતે અને એ પહેલા પણ ખુલ્લેઆમ પાર્ટી વિરુદ્ધમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે સાંકેતિક ભાષામાં પ્રચાર કર્યો છે. આ ઓડિયો ક્લિપ હું હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરીશ. જે રીતે ગજેન્દ્રભાઈ બોલે છે તેનાથી સાબિત થાય છે કે આની પાછળ ભરત બોઘરા કામ કરી રહ્યા છે’ તો જસદણની ઓડિયો ક્લિપ મામલે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ જણાવ્યું કે, ભાજપના કાર્યર્ક્તા શિસ્તબદ્ધ સૈનિકો છે. કાર્યકરોના પરિશ્રમના કારણે સરકાર બને છે. અમૂક જગ્યાએ કાર્યર્ક્તા આશિસ્તમાં હોવાનું યાનમાં આવ્યું છે. આવા કાર્યર્ક્તા વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં ’જય ભોળાનાથ’ કોડવર્ડ સાથે ભાજપના ઉમેદવારને હરાવવાની ચર્ચા થતા રાજકારણ ગરમાયું છે. ઓડિયોમાં પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ તેમજ સ્થાનિક નેતાઓ જસદણના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા હારે તેવું ઇચ્છતા હોવાનું જણાવાઈ રહ્યું છે. ઓડિયો ભાજપ નેતા ગજેન્દ્ર રામાણીનો હોવાની ચર્ચા હાલ ભાજપનાં આંતરિક વર્તુળોમાં ચાલી રહી છે.