
કોલકતા,
કોલકતા હાઇકોર્ટે કહ્યું છે કે જો જરૂરત પડી તો તે પશ્ર્ચિમ બંગાળના શિક્ષા મંત્રી બ્રત્ય બસુુને ગેરકાયદેસર રીતે રાજયમાં નિયુકત શિક્ષકોની સેવા સમાપ્તિના નિર્ણયના સંબંધમાં બોલાવી શકે છે.જજ અભિજીત ગંગોપાયાયની બેન્ચે ત્યાં સુધી કહ્યું છે કે પશ્ર્ચિમ બંગાળ સ્કુલ સેવા આયોગ આ રીતની અનિયમિતતાઓની પાછળ ખુદ અપરાધી હોઇ શકે છે.
જજ અભિજીત ગંગોપાયાયે કહ્યું કે જો આયોગ ગેરકાયદેસર રીતે ભરતી કરેલ ઉમેદવારોની સેવલાઓ સમાપ્ત કરવા ઇચ્છે છે તો તે સરળતાથી આમ કરી શકે છે તેમાં શું અવરોધ છે.આયોગની પાસે આમ કરવાનો અધિકાર છે.જો આયોગ આ મામલામાં કંઇ ન કરી શકતુ હોય તો જરૂરત પડવા પર રાજયના શિક્ષા મંત્રીને પણ બોલાવી શકાય છે.
કોલકતા હાઇકોર્ટના આદેશો અનુસાર વેસ્ટ બંગાળ સ્કુલ સેવા આયોગે બે અલગ અલગ તબકકામાં કુલ ૧૮૪ ઉમેદવારોની યાદી પ્રકાશિત કરી છે જે ગેરકાયદેસર રીતે સરકારી સ્કુલોમાં શિક્ષકોના રૂપમાં ભરતી થયા હતાં સામે આવ્યું છે કે ૧૮૪ ઉમેદવારોમાંથી ૮૧ પહેલાથી જ વિવિધ સ્કુલોમાં શિક્ષકના રૂપમાં કાર્યરત છે.
જાણકારી અનુસાર તે ૮૧માંથી નવે ફરી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે ન્યાયમૂતએ ડબ્લ્યુએચએસએસસીને આ નવ ઉમેદવારો માટે આયોગના વકીલ અને ડબ્લ્યુબીએસએસસી અધ્યક્ષ ના વકીલો દ્વારા ભાગ લેવા માટે તાકિદે એક બેઠકની વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે આદેશ આપ્યો હતો કે બેઠકમાં આ નવ ઉમેદવારોની ઓએમઆર શીટની સમીક્ષા કરવામાં જેથી એ માહિતી મળી શકાય કે તેમના નામ મેરિટ યાદીમાં કેવી રીતે આવ્યા તેનો અદાલતને એક રિપોર્ટ રજુ કરવામાં આવે.
ન્યાયમૂત ગંગોપાધ્યાયે કહ્યું કે હું એ વાતનો યોગ્ય જવા ઇચ્છુ છું કે કેવી રીતે તેમના નામ બીજાથી આગળ નિકળ્યા અને ભલામણ યાદીમાં તેમને એક જગ્યા મળી.મામલામાં બિનજરૂરી તર્ક વિતર્ક કરવાની જરૂરત નથી.