જર્મનીમાં બેફામ કારે અનેક લોકોને કચડી નાખ્યા:સાઉદીના ડોક્ટરે ક્રિસમસ માર્કેટમાં ભીડ પર કાર ચઢાવી દીધી, 2નાં મોત, 70 ઘાયલ; આરોપી અરેસ્ટ

જર્મનીના મેગડેબર્ગમાં શુક્રવારે ક્રિસમસ માર્કેટમાં એક વ્યક્તિએ લોકો પર કાર ચડાવી દીધી હતી. આ ઘટનામાં 2 વ્યક્તિનાં મોત થયા છે અને 70 લોકો ઘાયલ થયા હતા. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને લોકોને ઘટના સ્થળથી દૂર રહેવાની અપીલ કરી છે.

મેગ્ડેબર્ગમાં દર વર્ષે ક્રિસમસ માર્કેટ ભરાય છે

મેગ્ડેબર્ગ એ જર્મન રાજ્ય સેક્સની-એનહાલ્ટની રાજધાની છે. આ શહેર એલ્બે નદીના કિનારે આવેલું છે અને તેની વસ્તી આશરે 240,000 છે.આ શહેર બર્લિનથી લગભગ દોઢ કલાકની ડ્રાઈવ પર આવેલું છે. મેગ્ડેબર્ગ વર્ષમાં એક વખત ક્રિસમસ માર્કેટ ધરાવે છે અને મોટી ભીડ ખેંચે છે.