હમાસ વિરુદ્ધ દુનિયાભરમાંથી અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. ઈરાન જેવો દેશ હમાસની સાથે ઉભો હોવા છતાં પશ્ચિમના મોટા ભાગના દેશો ઈઝરાયેલ સાથે ખભે ખભા મિલાવીને ઉભા છે. જર્મનીએ ગુરુવારે હમાસને સમર્થન આપતા સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો.
જર્મનીના ગૃહપ્રધાન નેન્સી ફેસરે જણાવ્યું હતું કે ઇઝરાયલ સામે લડી રહેલા હમાસને સમર્થન આપતા સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નેન્સી ફેસરે કહ્યું, “સમીદોન સંગઠન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે જે ઇઝરાયલ અને યહૂદીઓ વિરુદ્ધ પ્રચાર કરે છે. તેણીએ વધુમાં કહ્યું કે, આ સંગઠને હમાસને મહિમા આપ્યો છે અને 7 ઓક્ટોબરે આ સંગઠને આતંકવાદી હુમલા બાદ ઉજવણી કરી હતી.
તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે હમાસના લડવૈયાઓએ ઈઝરાયેલ પર અનેક રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં અનેક નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. આ પછી ઈઝરાયલે હમાસ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે.
મળતી માહિતી અનુસાર ગાઝામાં યુદ્ધમાં અત્યાર સુધીમાં બે હજારથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. હમાસે 1400 ઇઝરાયેલ નાગરિકોની હત્યા કરી હતી અને 200 થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગાઝા પટ્ટીમાં આઠ હજારથી વધુ લોકોના મોત થયા છે.