જાપાનમાં એક જ દિવસમાં ૪૩૮ લોકોના મોત

  • અમેરિકા- તાઈવાનમાં ચીનથી પરત આવનારા લોકો માટે ટેસ્ટ ફરજિયાત કરાયો.

ટોકયો,

ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આને યાનમાં રાખીને તાઈવાને ૧ જાન્યુઆરીથી ચીનથી પરત ફરતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. અમેરિકામાં પણ ૫ જાન્યુઆરીથી ચીનથી આવતા તમામ મુસાફરો પર નજર રાખવામાં આવશે. લોકોએ નેગેટિવ કોરોના ટેસ્ટ, રાષ્ટ્રીયતાનો અને વેક્સિનેશનનો પુરાવો આપવો પડશે.જાપાને પહેલાથી જ ચીનથી પરત આવતા મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. ભારત અને મલેશિયાએ પણ અનેક પ્રતિબંધો લગાવાયા છે.

અહીં, જાપાન ટાઈમ્સના અહેવાલ અનુસાર, દેશમાં ૪૩૮ લોકોના મોત થયા હતા અને ૨ લાખ ૧૬ હજારથી વધુ કેસ નોંધાયા હતા. આમાંથી મોટાભાગના ૨૦ હજાર રાજધાની ટોક્યોમાં ૨૪૩ કેસ મળી આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, છેલ્લા એક સપ્તાહમાં ચીન પછી જાપાનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

વિશ્ર્વમાં અત્યાર સુધીમાં ૬૬ કરોડ ૩૦ લાખ ૧૨ હજાર ૬૧૮ કેસ નોંધાયા છે. ૧૧ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ ચીનના વુહાનમાં ૬૧ વર્ષીય વ્યક્તિનું અવસાન થયું. વિશ્ર્વમાં કોવિડના કારણે આ પ્રથમ મૃત્યુ હતું. આ પછી લોકોના મૃત્યુ થવાની પ્રક્રિયા વધવા લાગી. અત્યાર સુધીમાં ૬૬ લાખ ૮૯ હજાર ૫૧૬ લોકોના મોત થયા છે. ચીનની સરકારે કોરોના પ્રતિબંધ હટાવ્યા બાદ હવે નવા પાસપોર્ટ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. ચીનમાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ કોરોનાનો પ્રથમ દર્દી મળ્યા બાદ જાન્યુઆરી ૨૦૨૦માં જ પાસપોર્ટ જારી કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે બિઝનેસમેનોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેણે એક અઠવાડિયા સુધી આઈસોલેશનમાં રહેવું પડતું હતું.

કોરોનાનો બીએફ.૭ વેરિયન્ટ, ઉત્તર પશ્ર્ચિમ ચીનના મંગોલિયામાં સૌપ્રથમ મળી આવેલ કોરોનાનો બીએફ.૭ વેરિયન્ટ દેશના ઘણા પ્રદેશોમાં ફેલાઈ ગયો છે. નવા વેરિયન્ટની ઓળખ એક અઠવાડિયા પહેલા કરવામાં આવી હતી. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઠંડીમાં તે વધુ ઝડપથી ફેલાઈ શકે છે. ચીનમાં અમારા સૂત્રોના જણાવ્યા અનુસાર, નવો વેરિયન્ટ ગ્વાંગડોંગ પ્રાંતના શેન્ઝેનમાં પણ મળી આવ્યો છે. સરકારી આરોગ્ય એજન્સીએ કહ્યું છે કે મોટાભાગના કેસ સંક્રમિત લોકોના છે. જેમાંથી શહેરમાં પ્રથમ વખત બીએફ.૭ મળી આવ્યો છે. રવિવારે ગ્વાંગડોંગ પ્રાંતના શોગુઆનમાં પણ આ વેરિયન્ટના કેસો જોવા મળ્યા હતા.દેશમાં બગડતી પરિસ્થિતિ અને નવા વર્ષના કારણે ચીનના નાગરિકો થાઈલેન્ડ જઈ રહ્યા છે. અહીં કોરોના સંબંધિત નિયમો લાગુ પડતા નથી. જેથી સંક્રમણનો ફેલાવાનો ખતરો વધી ગયો છે. નાઇટ ક્લબમાં ભારે ભીડ જોવા મળી રહી છે અને લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યા નથી. ટુરિસ્ટ પ્લેસ અને મ્યુઝિયમમાં પણ ઘણી ભીડ જોવા મળે છે.