બેઇજિંગ, ચીને જાપાનને જુલાઈમાં યોજાનારી નાટો સમિટમાં ભાગ ન લેવા જણાવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું- નાટો સમિટમાં ભાગ લેવા માટે જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા લિથુઆનિયા ન જાય તો સારું રહેશે. જેના કારણે આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહેશે.નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે – જાપાન સહિત આપણે બધાએ ઈતિહાસમાંથી બોધપાઠ લેવો જોઈએ. કોઈપણ કાર્યવાહી આ વિસ્તારની શાંતિને જોખમમાં મૂકી શકે છે અને બધાને નુક્સાન થવાનો ભય છે.
જુલાઈમાં લિથુઆનિયામાં નાટો સમિટ યોજાવાની છે. રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ સંદર્ભમાં આ સમિટને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જોકે જાપાન નાટોનો ભાગ નથી, પરંતુ અમેરિકા અને અન્ય સભ્ય દેશોએ તેને ખાસ આમંત્રણ આપ્યું છે.
જાપાન સરકારે કહ્યું છે કે વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સમિટમાં ભાગ લેવા માટે લિથુઆનિયા જઈ શકે છે. ત્યારથી, ચીનની સરકાર જાપાન પર દબાણ લાવવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે જાપાન અને નાટોના બાકીના સભ્યો ટેક્નોલોજી અને ઈન્ટેલિજન્સ શેરિંગ પર નવો કરાર કરી શકે છે. આ સિવાય નાટો પ્લસ પણ ગણી શકાય. આમાં ભારત અને જાપાનને સામેલ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવી શકે છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે સોમવારે કહ્યું- જાપાને આ નાટો સમિટમાં ભાગ લેવાથી દૂર રહેવું જોઈએ. જો કિશિદા સમિટમાં ભાગ લેવા લિથુઆનિયા જાય છે, તો તેનાથી ચીન અને જાપાન વચ્ચેના સંબંધો વધુ બગડી શકે છે. નિંગે આગળ કહ્યું – આવા પ્લેટફોર્મ પર જવાથી આ ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા પર ગંભીર અસર પડશે. આવી પરિસ્થિતિઓને ટાળવા માટે આપણે બધાએ હાઇ એલર્ટ રહેવું પડશે. ઈતિહાસમાંથી બોધપાઠ લેવો જોઈએ, જેથી કોઈને ભારે નુક્સાન ન વેઠવું પડે.
ચીનની આ ચેતવણી જાપાનને ડરાવવા માટે છે. બીજી તરફ, જાપાન સરકારે સંકેત આપ્યા છે કે કિશિદા સમિટમાં ચોક્કસપણે ભાગ લેશે. નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલેનબર્ગે પણ કહ્યું છે કે કિશિદાએ ચિંતા કરવાની જરૂર નથી. નાટો ઈચ્છે છે કે તેની એક પ્રાદેશિક ઓફિસ હવે જાપાનની રાજધાની ટોક્યોમાં ખોલવામાં આવે.
નાટોનું પૂરું નામ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન છે. તે યુરોપિયન અને ઉત્તર અમેરિકન દેશોનું લશ્કરી અને રાજકીય જોડાણ છે. નાટોની સ્થાપના ૪ એપ્રિલ ૧૯૪૯ના રોજ થઈ હતી. તેનું મુખ્ય મથક બ્રસેલ્સ, બેલ્જિયમમાં છે. નાટોની સ્થાપના સમયે અમેરિકા સહિત ૧૨ દેશો તેના સભ્ય હતા. હવે ૨૮ યુરોપિયન અને બે ઉત્તર અમેરિકન દેશો સહિત ૩૦ સભ્ય દેશો છે. આ સંગઠનની સૌથી મોટી જવાબદારી નાટો દેશો અને તેની વસ્તીની સુરક્ષા કરવાની છે.૧૯૯૧માં સોવિયેત યુનિયનના વિસર્જન પછી, નાટોનું ઝડપથી વિસ્તરણ થયું, ખાસ કરીને યુરોપમાં અને સોવિયેત સંઘનો ભાગ હતા તેવા દેશોમાં.તે ક્યારેય નાટોમાં જોડાશે નહીં.