ટોક્યો, જાપાનને મંદિરો અને મઠોની ભૂમિકા તરીકે જોવામાં આવે છે. બીજા વિશ્ર્વયુદ્ધ બાદથી જાપાનની ઓળખ એક શાંતિપ્રિય રાષ્ટ્ર તરીકેની રહી છે. આ જ કારણ છે કે જાપાનમાં તમામ ધર્મોનું સન્માન થાય છે. આ પ્રકારના વાતાવરણમાં મુસ્લિમ સમુદાયના લોકોએ ખૂબ પ્રગતિ કરી છે. છેલ્લા બે દાયકામાં મુસ્લિમો અને જાપાની નાગરિકો વચ્ચે લગ્ન સંબંધો વધ્યા છે. જેના કારણે મુસ્લિમ વસતીમાં વધારો થયો છે.
લગ્ન માટેની છૂટછાટ અને સરળતાથી નાગરિક્તા મળવાના કારણે વર્ષ ૨૦૦૦માં માત્ર ૨૦ હજારની મુસ્લિમ વસતી બે દાયકામાં ૧૦ ગણી વધીને બે લાખને પાર થઇ ગઇ છે. મસ્જિદોની સંખ્યા સાત ગણી થઇ ગઇ છે. વસતી વધવાની સાથે જ ધાર્મિક હિંસા, કટ્ટરતા વધી રહી છે. તાજેતરમાં જ ત્યાંનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કોબે શહેરના શિન્ટો મંદિર સંકુલમાં પીળાં વોમાં રહેલો એક મુસ્લિમ શખ્સ મંદિરમાં મૂકેલી દાનની વસ્તુને લાત મારતો દેખાય છે. તોડફોડ કર્યા બાદ આ શખ્સે અલ્લાહને એક માત્ર ઇશ્ર્વર તરીકે ગણાવીને મંદિરમાં પ્રાર્થના કરી રહેલી મહિલાઓને ધાકધમકી આપી હતી.
છેલ્લાં એક-બે વર્ષમાં આવા કેટલાક કેસો સામે આવ્યા છે. જેના કારણે જાપાનની ધાર્મિક સદભાવનાને ફટકો પડ્યો છે. એક ધર્મઉપદેશકે કહ્યું છે કે જાપાનમાં ધાર્મિક સ્વતંત્રતા મૂળભૂત અધિકારોમાં સામેલ છે. કોઇ એક વ્યક્તિ બીજા ધર્મના લોકોના વિશ્ર્વાસને અસર કરશે નહીં તેવી વિચારધારા જાપાનમાં છે. જોકે હાલમાં જે ઘટનાઓ બની છે તેના કારણે ધર્મને ફટકો પડી રહ્યો છે.
ચીનમાં લઘુમતી મુસ્લિમો પર અત્યાચાર જારી છે. જોકે, હવે આ અત્યાચારની સામે લોકો મેદાનમાં આવી રહ્યા છે. દક્ષિણ-પશ્ર્ચિમ યુનાન રાજ્યમાં નાજિયાયિંગમાં આવી જ ઘટના સામે આવી છે. અહીં અધિકારી એક મસ્જિદ અને મિનારાને તોડવા માટે પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોએ મારામારી કરીને વિરોધ કર્યો હતો. મસ્જિદના પ્રવેશદ્ધારને બંધ કરીને પોલીસ પર બોટલો અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.