જાપાનમાં ૭ મહિનાથી ટિકિટ વિન્ડો પર આરઆરઆર ધમાલ મચાવી

મુંબઇ,એસ એસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર ગત વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ ફિલ્મ કોઈ પણ પ્રકારના અવરોધ વિના સતત બોક્સ ઓફિલ પર કમાણી કરી રહી છે. મળતી માહિતી મુજબ આ ફિલ્મે જાપાની બોક્સ ઓફિસ પર ૧ મિલિયન ફૂટબોલથી વધુનો આંકડો પાર કરી લીધો છે. તમને જણાવી દઈએ કે આરઆરઆર આવું કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની ગઈ છે.

મળતી માહિતી અનુસાર આ ફિલ્મ છેલ્લા ૧૬૪ દિવસથી જાપાનના ૪૪ શહેરોમા ૨૦૯ સ્ક્રીન્સ અને ૩૧ આઇએમએએકસ સ્ક્રીનો પર દર્શકોનું મનોરંજન કરી રહી છે. ફિલ્મના નિર્દેશક એસ. એસ. રાજામૌલીએ મંગળવારના રોજ પોસ્ટ શેર કરીને જાપાની દર્શકો પ્રત્યે પોતાનો સ્નેહ અને આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘જાપાની ચાહકોએ ફિલ્મને પસંદ કરી અને સ્વીકારી મળતી માહિતી અનુસાર આરઆરઆરએ ભારતીય બોક્સ ઓફિસ પર કુલ ૭૮૨.૨ કરોડનું કલેક્શન કર્યું હતું. ત્યારે વિશ્ર્વવ્યાપી બોક્સ ઓફિસની વાત કરીએ તો આરઆરઆરએ વિશ્ર્વભરમાં સિનેમાઘરોમાંથી ૧૨૧૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.