જાપાન ફરી હલ્યું, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૦ની રહી

ટોકયો, નવા વર્ષની સવાર બાદ એકવાર ફરીથી જાપાનની ધરતી પર ભૂકંપનો અનુભવ થયો છે. જીએફજેડ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સે કહ્યું કે મંગળવારે જાપાનના હોંશૂના પશ્ચિમી તટની પાસે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૦ની મપાઈ છે. જો કે ભૂકંપ બાદ હવે કોઈ જાનહાનિની જાણકારી સામે આવી નથી.

આ પહેલા રવિવારે ૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નવા વર્ષની શરૂઆત જ જાપાન માટે સારી રહી ન હતી. ૧ જાન્યુઆરીએ દેશમાં ખતરનાક ભૂકંપ બાદ સુનામીની ચેતવણી અપાઈ હતી.આ વર્ષના પહેલા દિવસે અહીં ખતરનાક ભૂકંપ આવ્યો. ૭.૬ની તીવ્રતાના આ ભૂકંપે દેશભરમાં તબાહી મચાવી. સુનામીને લઈને પણ ચેતવણી આપવામાં આવી હતી. સાથે આ સમયમાં ભૂકંપ આવવાને લઈને શક્યતાઓ રાખવામાં આવી હતી. ૧ જાન્યુઆરીએ આવેલા ભૂકંપમાં અત્યાર સુધી ૧૨૬ લોકોના મોત થયા છે. અનેક દુકાનો અને મકાનોને પણ ભારે નુક્સાન થયું હતું.