બૉલિવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીની પુત્રી અને અભિનેત્રી જ્હાન્વી કપૂર હંમેશા તેના અંગત જીવન અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. લોકો જ્હાન્વી કપૂરને ખાસ પસંદ કરે છે અને તેના રિલેશન વિશે જાણવા ઉત્સુક હોય છે. હાલમાં જ જ્હાન્વી કપૂરે તેના બૉયફ્રેન્ડ વિશે ખુલાસો કરતા એક મોટું સત્ય કહ્યું છે.
જો કે, ધડક ફેમ અભિનેત્રી જહાન્વી કપૂરનું નામ હાલમાં બૉયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે જોડાઈ રહ્યું છે. બંનેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પરંતુ આ દરમિયાન, જ્હાન્વીએ હવે એક ચેટ શોમાં તેના ‘પહેલા સીરિયસ બૉયફ્રેન્ડ’ વિશે ખુલાસો કર્યો છે.
જ્હાન્વી કપૂરે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કુશા કપિલા સાથે સ્વાઇપ રાઇડ શોમાં તેના ‘પ્રથમ સીરિયસ બૉયફ્રેન્ડ’ વિશે સ્પષ્ટતા કરી. આ શોનો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે, જેમાં જ્હાન્વીએ કેટલાક ખુલાસા કર્યા છે.
બોની કપૂરની પુત્રી જ્હાન્વી કપૂરે કહ્યું, મારો પહેલો સીરિયસ બૉયફ્રેન્ડ ‘છૂપ છૂપકે મિલેંગે’, ‘જૂઠ બોલ બોલ કે… પરંતુ કમનસીબે આ રિલેશનનો અંત આવ્યો કારણ કે મારે મારા મમ્મી-પપ્પા સાથે ઘણું ખોટું બોલવું પડતુ હતું. એ કહેતા કે તું ક્યારેય બૉયફ્રેન્ડ નહીં બનાવે. તે આ બાબતને લઈને ખૂબ જ રૂઢિચુસ્ત હતા. ત્યારે જ મને સમજાયું કે માતા-પિતાની મંજૂરી અને તેમની સાથે પારદર્શિતા સાથે બધું કેટલું સરળ બની જાય છે. તમે તમારા નિર્ણયો વિશે વધુ આત્મવિશ્વાસ ધરાવો છો.
જ્હાન્વી કપૂરને બૉલિવુડમાં થોડો સમય જ થયો છે પરંતુ એક પછી એક સારી ફિલ્મો કરીને તેણે પોતાની અલગ ઓળખ બનાવી છે. ફેન્સ પણ જ્હાન્વી કપૂરને ખૂબ પસંદ કરે છે, જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચાનો વિષય રહે છે. તાજેતરમાં જ બવાલ ફિલ્મમાં જોવા મળેલી જ્હાન્વી ટૂંક સમયમાં મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં જોવા મળશે.