
બાલાસીનોર, બાલાસિનોર તાલુકા સહિત મહીસાગર જિલ્લામાં વિવિધ તાલુકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ પરથી જાન્યુઆરી મહિનામાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી અંબિકા ફરસાણના સેમ્પલ ફેઈલ થતાં 25,000/નો દંડ ફટકારાતા ફરસાણની દુકાનો સહિત મિલાવટ કરનાર વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલા રાજપુર દરવાજા પાસે અંબિકા ફરસાણ સહિત અન્ય જગ્યાઓ પરથી જાન્યુઆરી મહિનામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા. લેબોરેટરીમાં કોપરાપાકનુ સેમ્પલ સ્ટાન્ડર્ડ ફૂડ તરીખે ના થયાનો અહેવાલ મહીસાગર જિલ્લા અધિક નિવાસી કલેકટરને મોકલી આપવામાં આવ્યો હતો. રીપોર્ટના આધારે મહીસાગર અધિક નિવાસી કલેકટર દ્વારા અંબિકા ફરસાણ દુકાનના માલિકને રૂા.25,000નો દંડ ફટકાર્યો હતો. ફરસાણની દુકાનને દંડ ફટકારાની જાણ નગરમાં થતા ફરસાણની દુકાનો સહિત મિલાવટ કરનાર પાસ-વેપારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.