જાન્યુઆરી ૨૦૨૩માં બેંકોમાં કુલ ૧૪ દિવસની રજા

મુંબઇ,

ડિસેમ્બર મહિનો પૂરો થવા પર છે અને નવું વર્ષ શરૂ થવાને માત્ર ગણતરીણઆ દિવસો બાકી છે. આવી સ્થિતિમાં નવા વર્ષની શરૂઆત પહેલા એ જાણવું જરૂરી છે કે નવા વર્ષના પહેલા મહીનામાં બેંકોમાં કેટલી રજાઓ છે. બેંક એ સામાન્ય લોકોના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. બેંકમાં લોકો રોકડ વ્યવહારથી માંડીને ચેક, ડ્રાટ વગેરે જમા કરાવવા સુધીના ઘણા કામો માટે સમયાંતરે કે દરરોજ મુલાકાત લેવી પડે છે. આવી સ્થિતિમાં બેંકોમાં આવતી લાંબી રજાના કારણે સામાન્ય ગ્રાહકોને ઘણી વખત ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જણાવી દઈએ કે લોકોની સુવિધા માટે ભારતીય રિઝર્વ બેંક હાલ જ આવતા મહિના માટે બેંક રજાઓની યાદી બહાર પાડી છે.

જણાવી દઈએ કે આરબીઆઈના નવા વર્ષના કેલેન્ડર મુજબ જાન્યુઆરી ૨૦૨૩માં બેંકોની રજાની યાદ બહાર પાડી હતી અને એ મુજબ જાન્યુઆરી મહિનામા બેંક કુલ ૧૪ દિવસ બંધ રહેવાની છે. આવી સ્થિતિમાં, જો તમારે જાન્યુઆરી ૨૦૨૩ માં બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું છે તો આ યાદી જોઈને એ મુજબ કામ પૂરું કરી લેજો. જો તમે જાન્યુઆરી ૨૦૨૩ માં બેંક હોલીડેને કારણે થતી સમસ્યાઓથી બચવા માંગતા હો, તો તમે અહીં રજાઓની રાજ્ય મુજબની સૂચિ તપાસી શકો છો. આ પછી, તમે તે મુજબ તમારા કામની યોજના બનાવી શકો છો. જો કે રાજ્યોમાં રજાઓ સ્થાનિક તહેવારો અનુસાર નક્કી કરવામાં આવે છે. ચાલો જાણીએ કે નવા વર્ષના જાન્યુઆરી મહિનામાં કયા દિવસે બેંકમાં રજાઓ રહેશે-

જાન્યુઆરી ૨૦૨૩ માં બેંક રજાઓની લિસ્ટ

૧ જાન્યુઆરી ૨૦૨૩ – રવિવાર (દેશભરમાં બેંકો બંધ રહેશે)

૫ જાન્યુઆરી, ૨૦૨૩ – ગુરુ ગોવિંદ સિંહ જયંતિ

૮ જાન્યુઆરી ૨૦૨૩ – રવિવાર

૧૧ જાન્યુઆરી ૨૦૨૩ – બુધવાર (મિશનરી ડે પર મિઝોરમમાં બેંકો બંધ રહેશે)

૧૨ જાન્યુઆરી ૨૦૨૩ – ગુરુવાર (સ્વામી વિવેકાનંદ જયંતિ પર પશ્ર્ચિમ બંગાળમાં બેંકો બંધ રહેશે)

૧૪ જાન્યુઆરી ૨૦૨૩ – મકરસંક્રાંતિ (બીજો શનિવાર)

૧૫ જાન્યુઆરી – પોંગલ / માઘ બિહુ / રવિવાર (તમામ રાજ્યોમાં બેંક બંધ)

૨૨ જાન્યુઆરી, ૨૦૨૩ – રવિવાર

૨૩ જાન્યુઆરી, ૨૦૨૩ – સોમવાર – (નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિ પર આસામમાં બેંકો બંધ રહેશે)

૨૫ જાન્યુઆરી, ૨૦૨૩-બુધવાર – (હિમાચલ પ્રદેશમાં રાજ્ય દિવસને કારણે રજા રહેશે)

૨૬ જાન્યુઆરી, ૨૦૨૩ – ગુરુવાર – (પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશભરમાં બેંકો બંધ)

૨૮ જાન્યુઆરી, ૨૦૨૩ – ચોથો શનિવાર

૨૯ જાન્યુઆરી, ૨૦૨૩-રવિવાર

૩૧ જાન્યુઆરી, ૨૦૨૩ – મંગળવાર (આસામમાં બેંક બંધ રહેશે)