જીંજરી ગામે વાવાઝોડાના પવનથી દીવો પડતા કરિયાણાની દુકાન બળીને રાખ

ઘોઘંબા તાલુકાના જીંજરી ગામે આજરોજ વાવાઝોડું આવ્યું હતું અને વીજળી ડૂલ થઈ હતી. જેમાં જીંજરીમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતા લલ્લુભાઈ વીરાભાઈ બારીયા એ તેલનો દિવસ સળગાવ્યો હતો પરંતુ પવનના કારણે તેલનો દીવો ઊંધો પડતા કરિયાણાની દુકાનમાં આગ લાગી હતી પવનના કારણે આગે વિકરાલ સ્વરૂપ ધારણ કરતા જોત જોતા માં આખી દુકાનને પોતાના લપેટામાં લેતા દુકાન બળીને રાખ થઈ ગઈ હતી જેમાં વ્યાપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું ગ્રામજનો હાથવાળા સાધન વડે આગ હોલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.