જાણિતી એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાય નું નિધન: કુલ્લૂમાં ખીણમાં કાર ખાબકી હતી

મુંબઇ, જાણિતી એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. તેમનાં આક્સ્મિક મૃત્યુથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં ગમગીની છવાઈ ગઈ છે. સેલિબ્રિટીઝ સહિત ફેન્સ વૈભવીનાં એકાએક મોતથી શોકમાં છે અને તેના મોક્ષ માટે સોશિયલ મીડિયા પર પ્રાર્થના કરી રહ્યાં છે.

માહિતી અનુસાર એક્ટ્રેસ સાથે આ દુર્ઘટના કુલ્લૂના બંજારમાં થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વૈભવી પોતાનાં મંગેતરની સાથે કારમાં ટ્રાવેલ કરી રહી હતી. તેઓ તીર્થન ઘાટીમાં ફરવા માટે જઈ રહ્યાં હતાં પરંતુ ટર્ન પર ગાડીનો કંટ્રોલ છૂટી ગયો અને એક્ટ્રેસની કાર ખીણમાં ઊથલી ગઈ.

ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીને વૈભવીનાં મોતની ખબર સાંભળીને ઝટકો લાગ્યો છે. એક્ટ્રેસે પોતાનાં ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર વૈભવીનો ફોટો શેર કરતાં દુ:ખ જતાવ્યું છે અને લખ્યું છે કે ’આટલી જલ્દી જતી રહી…’. આ સિવાય રૂપાલીએ વૈભવીનો એક રીલ વીડિયો પણ પોતાના ઈંસ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે જેમાં તેમણે લખ્યું છે કે,’તે વૈભવીનાં મોતની ખબર પર વિશ્ર્વાસ નથી કરી શક્તી.’

એક્ટર અને પ્રોડ્યુસર જેડી મજેઠિયાએ પણ વૈભવીનાં મોત બાદ દુ:ખ પ્રગટ કરતાં સ્ટોર પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું કે વિશ્ર્વાસ નથી આવી રહ્યો કે જીંદગી આટલી અનપ્રેડિક્ટેબલ હોઈ શકે છે. એક ઘણી સારી એક્ટ્રેસ અને ખાસ દોસ્ત વૈભવી ઉપાધ્યાય કે જેમને સારાભાઈ જ સારાભાઈની જેસ્મીનનાં રૂપે ઓળખવામાં આવતી હતી તેમનું એક્સીડેન્ટ થયું છે.