અમદાવાદ,
જાણીતા આર્કિટેક્ટ બી.વી.દોશીનું આજે નિધન થયું છે. અમદાવાદની ઓળખ ગણાતા એવા આઇઆઇએમના તેઓ આકટેક્ટ હતા. આઇઆઇએમ એ ઉપરાંત લેમ યુનિવર્સીટી,આઇઆઇએમ ઉદયપુર,આઇઆઇએમ બેંગ્લોર, એનઆઇએફટી દિલ્હી, સેપ્ટ યુનિવર્સીટીમાં પણ હતા. આ ઉપરાંત તેમણે લુઈ સાથે સહયોગી તરીકે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટના અમદાવાદના ભવનનું કામ કર્યું હતું અને એક દાયકા સુધી તેઓ જોડાયેલા રહ્યા હતા. અમદાવાદમાં શ્રેયસ સ્કૂલ, સેપ્ટ યુનિવસટી, અટીરા ગેસ્ટ હાઉસ, પ્રેમાભાઈ હોલ, ટાગોર હોલ, અમદાવાદની ગુફા, કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ વગેરે તેમની જાણીતી ડિઝાઈન્સ છે.
બી.વી. દોશીનો જન્મ ૧૯૨૭માં પૂણેમાં થયો હતો. તેમનો પરિવાર ફનચર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. તેમણે જે.જે. સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં અભ્યાસ કર્યો તે અગાઉ ચાર વર્ષ સુધી પેરિસમાં કે કોર્બુઝી સાથે વરિષ્ઠ ડિઝાઈનર (૧૯૫૧-૫૫) તરીકે કામ કરતા હતા. આ ઉપરાંત ભારતમાં પણ ચાર વર્ષ સુધી તેમણે કેટલાક પ્રોજેક્ટ્સ સંભાળ્યા હતા. આ પહેલા બી.વી. દોશીને સ્થાપત્ય ક્ષેત્રનો પ્રિત્ઝર પ્રાઈઝ અવોર્ડ ૨૦૧૮માં એનાયત કરાયો હતો. બી.વી.દોશીને માર્ચ ૨૦૧૮માં પ્રિત્ઝર આર્કિટેક્ચર એવોર્ડ એનાયત થયો હતો, જેને આર્કિટેક્ટ ક્ષેત્રનો મોટો નોબલ પુરસ્કાર મનાય છે. બી.વી.દોશી આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય આર્કિટેક્ટ હતા.
શિક્ષણ શાસ્ત્રી તરીકે તેઓ ૧૯૫૮થી યુએસએ અને યુરોપનો પ્રવાસ ખેડતા રહ્યા છે. બી.વી.દોશી રૉયલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ બ્રિટિશ આર્કિટેક્ટ ના ફેલો હતા.તેઓ પ્રીઝકર ઈનામની ચયન સમિતિના સભ્ય હતા.તેઓ ઈન્દિરા ગાંધી નેશનલ સેમ્ટર ફોર આર્ટ્સ, આગા ખાન ઍવૉર્ડ ફોર આર્કિટેક્ચર ની ચયન સમિતિના સભ્ય હતા. તેઓ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્કિટેક્ટના પણ ફૅલો હતા.