જાહ્નવી કપૂરે શિખર પહાડિયા સાથેના તેના સંબંધો અંગેની પુષ્ટિ કરી

મુંબઇ, બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેના પૌત્ર બિઝનેસમેન શિખર પહાડિયાને ડેટ કરવાને કારણે ઘણા સમયથી ચર્ચામાં છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. જ્હાન્વી કપૂર પણ શિખર સાથે ઘણી વખત ધાર્મિક સ્થળો પર સાથે જોવા મળી છે, પરંતુ બંનેએ ક્યારેય ખુલ્લેઆમ તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી. તેમજ તેણે ક્યારેય આ સમાચારો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ હાલમાં જ જ્હાન્વી કપૂરે કંઈક એવું કર્યું છે, જેના કારણે એવું લાગે છે કે તેને શિખર પહાડિયા સાથે ડેટિંગની અફવાઓને સમર્થન આપ્યું છે.

વાસ્તવમાં, જ્હાનવી કપૂર તેના પિતા બોની કપૂરના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ ‘મેદાન’ના સ્ક્રીનિંગમાં પહોંચી હતી. આ દરમિયાન જ્હાન્વી કપૂર સફેદ લૂકમાં જોવા મળી હતી. સફેદ પેન્ટ અને મેચિંગ હીલ્સ સાથે સફેદ બ્લેઝર પહેરેલી, અભિનેત્રી આ લુકમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. જો કે, આ સમય દરમિયાન, જ્હાન્વીના લુક કરતાં વધુ, તેના ગળામાં ચમક્તા સિલ્વર પેન્ડન્ટે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. વાસ્તવમાં, જ્હાન્વીએ તેના ગળામાં જે કસ્ટમાઇઝ્ડ નેકલેસ પહેર્યો હતો તેના પર તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયાનું હુલામણું નામ ‘શિકુ’ લખેલું હતું. ભલે જ્હાન્વી કપૂરે તેના અને શિખર પહાડિયાના સંબંધો વિશે ક્યારેય વાત કરી ન હતી, પરંતુ હવે તેના ગળામાં શિખરનું નામ લખેલું લોકેટ તેમના સંબંધો પર મહોર લગાવી દીધું છે. જેના કારણે જ્હાન્વી કપૂર હવે લાઈમલાઈટમાં આવી ગઈ છે.

જ્હાન્વી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી આગામી દિવસોમાં ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળવાની છે. જેમાં જુનિયર એનટીઆરની ફિલ્મ ‘દેવરા’નું નામ સામેલ છે. જાન્હવી કપૂર અને જુનિયર એનટીઆરની ‘દેવરા પાર્ટ ૧’ ૧૦ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ તેલુગુ, તમિલ, હિન્દી, કન્નડ અને મલયાલમમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ ‘દેવરા’માં જ્હાન્વી અને એનટીઆર સાથે સૈફ અલી ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. જ્હાન્વીની આ પહેલી તેલુગુ ફિલ્મ છે. આ જોઈને તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ સિવાય જ્હાન્વી કપૂર રામ ચરણની ફિલ્મ ‘ઇઝ્ર ૧૬’માં પણ જોવા મળશે.