જાન્હવીએ ઘૂંટણીયે પગથિયાં ચડીને તિરુપતિ બાલાજીની ૫૦મી યાત્રા પૂરી કરી

જાન્હવી કપૂર વર્ષમાં ત્રણ વખત તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે જાય છે. તેની પાછળ શું ખાસ કારણ છે? તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં તેણે આ અંગે એક ખુલાસો કર્યો છે. ’મિસ્ટર એન્ડ મિસીસ માહી’ ફિલ્મ પછી હવે જાન્હવી ફરી તિરુપતિ બાલાજી જવાનું આયોજન કરી રહી છે. આ પહેલાં પણ તે આ વર્ષમાં ત્રણ વખત આ મંદિરમાં દર્શન કરી ચૂકી છે. પરંતુ તેની પાછળ ખાસ વાત શું છે?

એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે, તે ભલે ત્રણ વખત જઈ આવી પરંતુ તે ફરી એક વખત પોતાની સ્વર્ગવાસી માના જન્મદિવસે ત્યાં જવાનું વિચારી રહી છે. જાન્હવીએ એવું પણ કહેલું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેને કઈ રીતે ધર્મનું શરણ મળ્યું છે.જાન્હવીએ જણાવ્યું કે,’છેલ્લાં પાંચ છ વર્ષોમાં હું આયાત્મિક્તાથી ઘણી આકર્ષાઈ છું. મને મારી આયાત્મિક્તા અને ધર્મમાં શરણ મળ્યું છે અને ખાસ કરીને ભાગવાન બાલાજીમાં.’

જાન્હવીએ આગળ જણાવ્યું, ’જયારે ભગવાન બોલાવે તો મને થઆય છે કે મારે બાલાજી જવું જ જોઈએ, પગથિયાં ચડવા જોઈએ અને ભગવાનના શુભ દર્શન કરવા જોઈએ. હું આ વર્ષે ત્રણ વાર તિરુપતિ ગઈ અને માના જન્મદિવસે ફરી જઈશ.’ એટલું જ નહીં, જાન્હવીના મિત્ર અને સોશિયલ મીડિયા ઇન્લુએન્સર ઓરીએ જ્યારે જાન્હવીનો ઘૂંટણીયે થઈને મંદિરના પગથિયાં ચડતો વીડિયો શેર કર્યો ત્યારે તેના ફૅન્સને જાન્હવીની તિરુપતિ પ્રત્યેની શ્રદ્ધાનો અંદાજ આવ્યો.

જાન્હવી માર્ચમાં પોતાના જન્મદિવસે પણ તિરુપતિ ગઈ હતી. આ વખતે તેનો કથિત બૉયફ્રેન્ડ શિખર પહાડીયા અને ઓરી પણ હતા. તે વખતે વીડિયોમાં જાન્હવી એવું કહેતી દેખાઈ હતી કે, ’દરેકે તિરુપતિ ચઢવું જોઈએ. કારણ કે તે આપણને વિનમ્ર બનાવે છે.’ સાથે જ આ વીડિયોમાં ઓરીએ એવું પણ કહ્યું હતું કે તે જાન્હવીની ૫૦મી યાત્રા હતી, શિખરની ૯મી અને તેની પહેલી યાત્રા હતી.