જનધન યોજનાને ૧૦ વર્ષ પૂરાં થતાં વડાપ્રધાન મોદીનું એ કહેવું કે યોજના આર્થિક સમાવેશનને ઉત્તેજન આપવામા સર્વોપરિ રહી છે, તે દેશના આર્થિક ક્ષેત્રે છેલ્લા એક દાયકામાં આવેલ મોટા સકારાત્મક બદલાવને જાહેર કરે છે. યાદ કરો જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી હતી તો તેના પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. કેટલાય બુદ્ઘિજીવીએ કહ્યું હતું કે સામાન્ય લોકોને બેંકિંગની એટલી સમજ નથી હોતી. એમ પણ કહેવામાં આવ્યું હતું કે આમ આદમી પાસે એટલી રકમ નથી કે તે તેને જમા કરાવવા માટે બેંક શાખામાં જાય.
આજે આ યોજનાની સફળતાના આંકડાએ સિદ્ઘ કરી દીધું કે જો જનતા જનાર્દન દેશની બહેતરી અને પોતાના કલ્યાણ માટે ગાંઠ વાળી લે તો તમામ પૂર્વગ્રહ વસ્ત થઈ જાય. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ દેશમાં વચેટિયાઓ અને ભ્રષ્ટાચારની ભયાવહ સ્થિતિ સંબંધે એક વાર કહ્યું હતું કે જ્યારે જનકલ્યાણ માટે એક રૂપિયો મોકલીએ તો લાભાર્થી સુધી માત્ર ૧૫ પૈસા પહોંચે છે. આ કડવી હકીક્ત હતી. પહેલાં, વિભિન્ન યોજનાઓના લાભાર્થીઓના હકની ખૂબ લૂંટ થતી હતી.
વ્યવસ્થામાં ના તો પારદશતા હતી, ના કોઈ એવો રસ્તો જેનાથી લોકો સુધી સીધી જ રકમ પહોંચાડી શકાય. બેંકો તો હતી, પરંતુ તેમની પહોંચ સીમિત હતી. તેમાં મોટા કારોબારી વર્ગ, સંપન્ન લોકો અને સરકારી કર્મચારીઓનાં જ ખાતાં હતાં. આમ આદમી માટે બેંક ખાતું ખોલાવવું પણ જફા ભર્યું હતું. આ સ્થિતિ ત્યારે હતી, જ્યારે સરકાર ડઝનબંધ બેંકોનું રાષ્ટ્રીયકરણ પણ કરી ચૂકી હતી.
એ દોરની હાલતને યાનમાં રાખતાં એમ કહેવું ખોટું નહીં કહેવાય કે બેંકોના રાષ્ટ્રીયકરણનો સામાન્ય માનવીને કોઈ ખાસ ફાયદો નથી થયો. જનધન યોજનાની શરૂઆત કરવામાં આવી તો મોટા મોટા બુદ્ઘિજીવીઓથી માંડીને સામાન્ય લોકોના મનમાં નિશ્ર્ચિત રૂપે એવી જ તસવીર હતી.
જ્યારે છ મહિનામાં ઠીકઠાક સંખ્યામાં ખાતાં ખૂલી ગયાં, ત્યારે કેટલાય લોકોએ એમ કહીને મજાક ઉડાવી હતી કે આ યોજનાનો શો ફાયદો, કારણ કે મોટાભાગનાં ખાતાં તો ખાલી પડ્યાં રહેવાનાં છે! વાસ્તવમાં એ દરમ્યાન એ ખાતામાં પડેલી રકમ કરતાં એ વધારે જરૂરી હતું કે એવા આધારનું નિર્માણ થાય, જેના પર ભવિષ્યમાં કેટલીય કલ્યાણકારી યોજનાઓનો પાયો રચાય. આ કામ જનધન યોજનાએ કર્યું. આજે કેન્દ્ર સરકાર દિલ્હીથી ૧ રૂપિયો મોકલે છે તો શહેરોથી માંડીને ગામડાં સુધી રહેનારા ખાતાધારકોને ૧ રૂપિયો જ પૂરેપૂરો મળે છે.
વચેટિયાઓ અને ભ્રષ્ટાચારીઓની ભૂમિકા જ ખતમ. જનધન યોજનાને આ મુકામ સુધી પહોંચાડવા માટે બેંક કર્મીઓના યોગદાનની પ્રશંસા પણ જરૂરી છે. ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં ખાતાં ખોલવા, લોકોની યોજનાની જાણકારી આપવા, ગ્રામીણોની સમસ્યા સાંભળવા, તેનું સમાધાન કરવા જેવા કામોમાં બહુ મેહનત લાગે છે. આ યોજના અંતર્ગત એક દાયકામાં ૫૩ કરોડથી વધારે ખાતાં ખોલવાં પોતે જ એક વિક્રમ છે.
કેટલાય દેશોની જેટલી જનસંખ્યા નથી, એનાથી વધારે ભારતમાં જનધન ખાતાં ખૂલ્યાં છે! એમાં પણ મહિલા ખાતાધારક બહુ આગળ છે. જનધન યોજનાના કેટલાય ફાયદામાંથી મોટો ફાયદો એ છે કે તેણે પરિવારોમાં બચતની આદતને ઉત્તેજન આપ્યું. સરકારી સહાયતા અને લોન સુધી લોકોની પહોંચ આસાન થઈ. આર્થિક સેવાઓનો લાભ મેળવવામાં લૈંગિક અંતર નિશ્ર્ચિત રૂપે દૂર થયું. બેંકિંગ સુવિધાઓ સુધી પહોંચ વધારવાથી ભવિષ્યમાં આર્થિક તંત્રમાં વધુ પારદર્શિતા આવશે.